Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ સહિત સવા લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨: દ્વારકા નજીકના પોસિત્રા ગામની પીપરવા સીમમાં શનિવારે રાત્રે એલઈડી લાઈટના અજવાળે ગંજીપાના કૂટતા ચાર શખ્સને દેવભૂમિ એલસીબીએ પકડી લઈ રોકડ સહિત રૂ।.૧,૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા પોસિત્રા ગામ નજીક પીપરવા સીમમાં શનિવારે રાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીને મળતા પીઆઈ બી.જે. સરવૈયાની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયાના વડપણ હેઠળ સ્ટાફે રાત્રે બે વાગ્યે પીપરવા સીમમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા ધીણકી ગામના રફીક અકબર શેખ, રાજપરાના અકબર કાસમ ચાવડા, પોસિત્રાના અમીર સુમાર ઉઢા તથા પીપરવા વાડી વિસ્તારવાળા ગફાર જુસબ ચાવડા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૪૧૫૦૦ રોકડા, એલઈડી લાઈટ, ત્રણ મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ।.૧,૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial