Advertisement
Author: નોબત સમાચાર

હોળી-ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ધર્મમય માહોલમાં ભક્તિભાવ અને ઉમંગના રંગે રંગાઈ કૃષ્ણનગરી

દ્વારકામાં ૫દયાત્રીઓના ઘોડાપૂર

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રઃ દ્વારકા શહેર છેલ્લા આઠ દિવસથી ફૂલડોલ ઉત્સવના કારણે ભક્તિભાવ સાથે ઉમંગના રંગે રંગાઈ ગયું છે. સમગ્ર શહેર પદયાત્રીઓ અને ભાવિકોથી છલકાઈ રહ્યું છે અને પદયાત્રીઓના ઘોડાપૂરના કારણે દ્વારકાના જાહેરમાર્ગો, શેરી-મહોલ્લાઓમાં ચારે તરફ કૃષ્ણ ભક્તોનો મેળો જોવા મળી રહ્યો છે. દરરોજ ભગવાન શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

હોલિકા દહન અને ફૂલડોલ રંગારંગ ઉત્સવ માટે પદયાત્રીઓમાં જબરદસ્ત ઉમંગનો માહોલ સર્જાયો છે.

દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓમાંથી પદયાત્રીઓએ જાહેર ઉતારા તેમજ યોગ્ય સ્થળો ઉપર તેમના રહેવાની વ્યવસ્થા કરી છે. નાના-મોટા ગ્રુપ/મંડળોમાં આવેલા પદયાત્રીઓ તો જાહેર માર્ગોની સાઈડમાં પાથરણા નાંખીને રાત્રિ વિરામ કરી રહ્યાં છે.

તેમજ તેમના ભોજન માટે રસોડાઓ ધમધમી રહ્યાં છે અને દેશી ભોજનની મોજ માણી રહ્યાં છે. દ્વારકામાં સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસર, ગાયત્રી મંદિર બીચ, કાનદાસબાપુ આશ્રમ, ગૌશાળા પરિસર જેવા વિશાળ પરિસરવાળા સ્થળો પર પદયાત્રીઓના મંડળો/સંઘો દ્વારા રોડી રાત્રિ સુધી રાસ-ગરબા, રામામંડળ તથા ગોપી મંડળના કાર્યક્રમો રજૂ થઈ રહ્યાં છે. જેથી સમગ્ર કૃષ્ણનગરી ગોકળીયું ગામ બની ગયું હોય તેવી અનુભૂતિ થાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા છેલ્લા ત્રણ દિવસથી દ્વારકામાં કેમ્પ રાખીને સુચારૂ વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે. સુરક્ષા બંદોબસ્ત માટેની જવાબદારી વિભાગીય પોલીસ અધિક્ષક સાગર રાઠોડ તથા માનસતા સંભાળી રહ્યાં છે. મંદિર પરિસર તથા શહેરમાં વ્યવસ્થા માટે પ્રાંત અધિકારી આમોલ આવરે, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ, મંદિરના નાયબ વહીવટદાર હિમાન્શુ ચૌહાણ, મામલતદાર અનિલ ભેડા, પાલિકા ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને જવાબદારી સોંપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh