ચિરવિદાય

જામનગરઃ સાગર ત્રિભોવનભાઈ મહેતાનું તા. ૯-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  તા. ૧૦-પ-ર૦રપ ના સાંજે પ.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે ભોઈ જ્ઞાતિની  વાડી, ભોળેશ્વર મહાદેવ મંદિર, ધૂંવાવ નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

માંડવી (કચ્છ) નિવાસી (મૂળ ખંભાળીયાના) પૂર્વ શિક્ષિકા મધુબેન વાંઝા (મેનેજર - કચ્છ ડિસ્ટ્રીક્ટ  કો.ઓપ. બેંક), તે અરવિંદભાઈના પત્ની તથા ધવલભાઈ જીગરભાઈના માતાનું અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-પ-ર૦રપ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન સારસ્વત વાડી,  આશાપુરા મંદિર પાસે, માંડવીમાં રાખવામાં આવી છે.

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ મોરેશચંદ્ર વેણીલાલ પંડ્યા (ઉ.વ. ૯૪) (નિવૃત્ત રેલવે કર્મચારી),  તે મંદાબેનના પતિ, ચેતનાબેન મોહજીતભાઈ ત્રિવેદી તેમજ રાજેશભાઈના પિતા, નિમિષાબેનના સસરા,  મોક્ષાબેન આશિષભાઈ માંકડ (પીજીવીસીએલ) ના દાદાનું તા. ૯-પ-ર૦રપ ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧ર-પ-ર૦રપ, સોમવારના સાંજે ૬ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ  તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ,  હવાઈચોક, જામનરગમાં રાખવામાં આવી છે.

જામનગરઃ શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. દેવીપ્રસાદ દવેના પુત્ર મહેન્દ્રભાઈ દવે (ઉ.વ. ૮૪)  (સમાજ સુરક્ષા ખાતુ), તે આનંદભાઈ દવે (જી.જી. હોસ્પિટલ), વૈશાલીબેન દવે (વકીલ - અમદાવાદ)  ના પિતા તથા જાગૃતિબેન દવે (જી.જી. હોસ્પિટલ) ના સસરા તથા પ્રિયંક દવે (સીએ) ના દાદાનું તા.  ૮-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-પ-ર૦રપ, શનિવાના સાંજે પ.૩૦  થી ૬ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની રોડ નં. ૪,  શેરી નં. પ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ જયોતિબેન લલીતભાઈ મેતા (ઉ.વ.૭૯) તે આશિષ, બિંદુબેન એચ. કુંડલીયાના માતા,  હેતલ તથા હિમાંશુ જે. કુંડલીયાના સાસુ, ડો. પ્રાચી, દ્રષ્ટિના દાદી, ડો. ઋષભ, હિનલના નાની,  ચીમનભાઈ ચુનીલાલ કુંડલીયાના પુત્રીનું અવસાન થયું છે. તેઓનું ઉઠમણું તા.૧૨-પ-રપ સોમવારે  સવારે સાડા નવ વાગ્યે, મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, ચાંદી બજારમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh