Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ગરમ પાણી સહિતના બે સ્વિમિંગ પૂલ કાર્યરત

બહેનો-ભાઈઓ માટે અલગ વ્યવસ્થાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ સંકુલ આવેલું છે, જેમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ તેમજ સ્વિમિંગ પૂલ આવેલો છે અને તેમાં નગરજનો માટે અલગ અલગ સમય ફાળવીને સ્વિમિંગ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેના ટ્રેનરો પણ મૂકવામાં આવ્યા છે.

બહેનો અને બાળકો માટેના અલગ સમય નિર્ધારીત કરાયા છે, જ્યારે ભાઈઓ માટેની પણ અલગ સમયની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિયાળાનો સમય બાદ કરતા આઠ મહિના સુધી આ સ્વિમિંગ પૂલ ચાલુ રહે છે.

આ ઉપરાંત જામનગરના અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ બનાવાયો છે, જેનો પણ નગરજનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે, જેનું રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh