Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં દાવો રદ્દ કરવાનો ચૂકાદો અપીલમાં પણ રહ્યો યથાવત્

વીજ કંપનીની તરફેણમાં થયો હુકમઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩: જામનગરના એક આસામીને અપાયેલા વીજબીલને ગેરકાયદે ઠેરવવા અદાલતમાં કરાયેલો દાવો રદ્દ થયા પછી તે હુકમ સામે અપીલ કરાઈ હતી. તે અપીલ પણ અદાલતે રદ્દ કરી વીજ કંપનીની તરફેણમાં હુકમ કર્યાે છે.

જામનગરની પટેલકોલોનીમાં રહેતા હસમુખભાઈ નારણભાઈ નામના આસામીની પેઢીમાં વર્ષ ૨૦૦૯માં વીજ ચેકીંગ કરાયા પછી રૂ।.૬ર,૩૯૨ની વીજચોરીનું બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ ગેરકાયદે ઠરાવવા અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવો રદ્દ થયો હતો.

ત્યારપછી હસમુખભાઈએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની અદાલતનો હુકમ યથાવત રાખી અપીલ રદ્દ કરી છે. વીજ કંપની તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર, અશ્વિની પાણખાણીયા, હરદેવસિંહ ઝાલા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh