Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકામાં કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

આઠમી ઓક્ટોબરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: હાલારના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં ૮ મી ઓક્ટોબરથી વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને નાગનાથ ગ્રાઉન્ડમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

મસ્કત-ઓમાનના વતની પૂ. ધરમશી નેણસી ટોપરાણી પરિવાર (હસ્તેઃ અશ્વિનભાઈ ધરમશીભાઈ ટોપરાણી) દ્વારા આ સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવા દ્વારકામાં શારદાપીઠમાં કથાકાર રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં નેણસી પરિવારના પ્રતિનિધિ બિપીનભાઈ ભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

આ ભાગવત સપ્તાહના આયોજનમાં ભજન-ભોજન તેમજ મેડિકલ કેમ્પ માટે અશ્વિનભાઈ ધરમશી નેણસી પરિવાર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

મસ્કત ઓમાનના વતની પૂ. ધરમશી નેણસી ટોપરાણી દ્વારા બેટદ્વારકામાં અનેક સેવાઓ ઘણાં સમયથી કરવામાં આવી રહી છે. બહારથી આવતા ક્રિષ્ના ભક્તો માટે નિઃશુલ્ક ભોજનાલય દ્વારકાધીશની પ્રસાદ ઘણાં સમયથી (હસ્તે અશ્વિનભાઈ નેણશી પરિવાર દ્વારા) સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.

યજમાન અશ્વિનભાઈ ધરમશી નેણસી દ્વારા કથામાં બેટદ્વારકા આવતા દરેક ભક્તો વધુમાં વધુ ભોજન-પ્રસાદી લ્યે, કથા સાંભળે તેવો અનુરોધ કરાયો છે. મેડિકલ કેમ્પમાં રામ હોસ્પિટલ (ગોંડલ) ના વિખ્યાત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવશે. રજો ગમકી દુકાન બંધ રહે, હર ચહેરે પે મુસ્કાન રહે, હમ રહે યા ન રહે, હસતા સારા જા રહે માનવતાની જ્યોતને સદાય ઝળહળતી રાખી અને સમાજ અને માનવતામાં પરમાત્માના દર્શનનો હેતુ સમજી અશ્વિનભાઈ ધરમશી નેણશી પરિવાર આ કાર્ય બેટદ્વારકાધીશમાં કરી રહી છે અને તડામાર તૈયારી બિપીનભાઈ ભટ્ટ દ્વારા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh