Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર મહિલાને પણ ધોકો ફટકારાયોઃ
જામનગર તા. ૨: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કુતરા બાબતે અગાઉ બોલાચાલી થયા પછી મંગળવારે બપોરે એક યુવાન પર ત્રણ શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર આ યુવાનના પત્નીને પણ ધોકો ફટકારી દેવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય હુમલાખોરની ધરપકડ માટે તજવીજ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મુકુલકુમાર ઉર્ફે ગૌતમસિંહ ઉમેદસિંહ કાકન નામના યુવાન મંગળવારે બપોરે પોતાના ઘર પાસે હતા ત્યારે દિનેશ જોઈસર, ખેતાભાઈ ઘુઘરાવાળા, મયલો ભંગારવાળો નામના ત્રણ શખ્સ ધોકા સાથે ધસી આવ્યા હતા.
આ શખ્સોએ બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી હતી અને દિનેશે કપાળમાં ધોકો ફટકારી દીધો હતો. બાકીના બે શખ્સ પણ તૂટી પડ્યા હતા. ગૌતમને બચાવવા માટે તેના પત્ની સુમનબેન વચ્ચે પડતા તેઓને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઈજાની સારવાર મેળવ્યા પછી ગઈકાલે રાત્રે ગૌતમસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગૌતમસિંહને અગાઉ કુતરા બાબતે દિનેશભાઈના પરિવાર સાથે ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી મંગળવારે બપોરે ઉપરોક્ત ત્રણ શખ્સે માર માર્યાે હતો. સિટી એ ડિવિઝનના પીએસઆઈ એલ.બી. જાડેજાએ ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial