Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની કલેક્ટર કચેરીમાં ઘોડિયાઘરનો પ્રારંભ

વયનિવૃત્ત થતી વેળાએ કેતનભાઈ ઠક્કરની સકારાત્મક પહેલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: તત્કાલીન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્ત પ્રસંગે પણ સકારાત્મક પહેલ કરીને કલેક્ટર કચેરીમાં ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેક્ટર કચેરીમાં ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓને પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી. ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર) ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપતી સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh