Advertisement
Author: નોબત સમાચાર

અવારનવાર પજવણી કરતા શખ્સથી કંટાળી પરિણીતાએ કર્યા ઝેરના પારખાઃ ગુન્હો નોંધાયો

કહ્યા વગર ખેતરમાં આવવાની ના પાડતા યુવતીને ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના કાલાવડ નાકા વિસ્તારની એક સોસાયટીમાં વસવાટ કરતા પરિણીતાની પજવતી કરતા શખ્સથી કંટાળી જઈ આ પરિણીતાએ ઝેરી પ્રવાહી પી લેતાં તેણીને સારવારમાં ખસેડાયા છે. પોલીસે તેમના નિવેદન પરથી ગુન્હો નોંધી આરોપીની શોધ આદરી છે. જ્યારે અલીયાબાડામાં એક ખેતરમાં ખૂલ્લામાં સ્નાન કરતા યુવતીએ કહ્યા વગર જ આવી જવાની બે શખ્સને ના પાડતા આ શખ્સોએ તે યુવતીને પતાવી દેવાની ધમકી આપી છે.

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં વસવાટ કરતા એકત્રીસ વર્ષના પરિણીતાએ મંગળવારે બપોરે પોતાના ઘર પાસે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે આ મહિલાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મહારાજા સોસાયટીમાં વસવાટ કરતો શબ્બીર પઠાણ નામનો શખ્સ અવારનવાર તેણીનો પીછો કરી ખરાબ ઈશારાઓ કરતો હતો અને આ શખ્સે બદઈરાદાથી તેણીનો હાથ પણ પકડી લીધો હતો. તે દરમિયાન મંગળવારે બપોરે આ પરિણીતા જતા હતા ત્યારે શબ્બીરે તેમના ઘર પાસે બાઈક રાખતા તે પરિણીતાના પતિએ બાઈક રાખવાની ના પાડી હતી. તેથી ગાળો ભાંડી શબ્બીરે આ મહિલાના પતિને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે જ રાત્રે ઘરેથી વસ્તુ લેવા જઈ રહેલા આ મહિલાનો હાથ પકડી લઈ ફરીથી શબ્બીરે હેરાનગતિ કરતા તેનાથી કંટાળી જઈ આ મહિલાએ પોતાના ઘરે ઝેરી પ્રવાહી પી લીધુ હતું. પોલીસે તેના નિવેદન પરથી બીએનએસની કલમ ૭૮ (ર), ૭૯, ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા અલીયાબાડામાં એક વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતને ત્યાં ખેતરમાં મજૂરીકામ કરતા એક યુવતી મંગળવારે બપોરે પોતાના રહેણાંકના સ્થળે સ્નાન કરતા હતા ત્યારે અશોક જયંતિભાઈ કણઝારીયા તથા હેમત પટેલ નામના બાડા ગામના બે શખ્સ ધસી આવતા આ યુવતીએ ખુલ્લામાં સ્નાન કરતા હોય ત્યારે જણાવ્યા વગર ન આવવું તેમ કહેતા ઉશ્કેરાયેલા અશોક તથા હેમતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh