ચિરવિદાય

જામનગર નિવાસી મોચી જ્ઞાતિના વિજયાબેન લીલાધરભાઈ સરવૈયા, તે જામનગર જિલ્લા હોમગાર્ડઝ  કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયા, ભાવેશભાઈ, જીતેશભાઈ, ઈલાબેનના માતા, સંજયભાઈ જેઠવા  (જુનાગઢ)ના સાસુનું તા. ૨૦-૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧-૨-૨૬ને  શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ન્યુઆરામ કોલોની, ઓમકારેશ્વર મંદિર, રોયલ પુષ્પા પાર્કની  સામે, હિન્દી સ્કૂલની બાજુની શેરી, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.  સદ્ગતે જીવતા જગતિયુ કર્યું છે તથા દેહદાનનો સંકલ્પ કર્યો હોવાથી અંતિમ સંસ્કાર અને લૌકિક ક્રિયા  બંધ રાખવામાં આવી છે.

જામનગરઃ પરજીયા સોની જ્ઞાતિના પ્રફુલ્લાબેન પાલા (ઉ.વ.૬૭) તે કીશોરભાઈ પાલાના પત્ની,  ગુલાબરાય મગનલાલ પાલાના પુત્રવધૂ, ભાવિનભાઈ, નિશાબેન વિપુલભાઈ જોગીયાના માતા,  કરશનજીભાઈ નાંઢા (બાંટવાવાળા)ના પુત્રી તા. ૨૦-૨ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.  ૨૩-૨ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન  પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં  આવ્યું છે.

જામનગરઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સુભાષભાઈ પંડયા (ઉ.વ.૬૪) તે સ્વ. ભગવાનજીભાઈ પંડયા, સ્વ.  વિજયાબેન પંડયાના પુત્ર, નિરૂબેનના પતિ, દિપાલી પી.કારીયા, અભીષેક, મીલનના પિતા, પ્રશાંતકુમાર  એચ. કારીયાના સસરા, સ્વ. દિનેશભાઈ, ભરતભાઈ, જીતેન્દ્રભાઈ, રેખાબેન એસ. ઠાકરના ભાઈ,  સ્વ. ઉમીયાશંકર વ્યાસ, સ્વ. ભાસ્કરભાઈ વ્યાસ (રાજકોટ) ના જમાઈનું તા. ૯-૨ના અવસાન થયું  છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૨૩-૨ના સોમવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ,  તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ જામનગર નિવાસી વિસા શ્રીમાળી સોની દેવચંદ હરિભાઈ ૫ાટડીયાના પૌત્ર પ્રફુલભાઈ  જ્યંતિલાલ પાટડીયાના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન પ્રફુલભાઈ પાટડીયા (ઉ.વ. ૬પ) તા. ૧૮-ર-ર૦ર૬  ના અક્ષર નિવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯-૨-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪.૦૦ થી ૪.૩૦  વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું  છે.

close
Ank Bandh