Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના પછી જિલ્લા પંચાયતમાં મોટાભાગે મહિલા પ્રમુખોનો દબદબો

વર્ષ-૨૦૧૩માં નવો જિલ્લો બન્યો ત્યારથી અત્યાર સુધીની તવારીખ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કદાચ વિશિષ્ટ હશે કે જયાં નવો જિલ્લો બન્યા પછી નવી ચૂંટણી થઈ તે પછી જિલ્લા પંચાયત મોટાભાગે મહિલા પ્રમુખો જ રહ્યા છે.

વર્ષ ૨૦૧૩માં દ્વારકા જિલ્લો નવો બન્યો ત્યારે જામનગર જિલ્લા પંચાયતનો કાર્યકાળ ચાલુ હતો જેથી તંત્ર દ્વારા જામનગર જિલ્લા પંચાયતમાંથી દ્વારકા જિલ્લા પંચાયત સીટના સદસ્યોને અલગ કરીને તેમાંના ૨૨ સદસ્યોની ચૂંટણી થઈ હતી તથા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે ચંદ્રસિંહ માણેક તથા ઉપપ્રમુખ તરીકે હિરાબેન હરીભાઈ નકુમ વિજેતા થયા હતાં. આ પછીની જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણી દ્વારકા જિલ્લો થયા પછી યોજાઈ હતી.

તે પછી અપક્ષોના ટેકાથી ચૂંટણી પછી મીતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા પ્રથમ જિ.પં.ના મહિલા પ્રમુખ બન્યા હતા પછી રેખાબેન રામભાઈ ગોરીયા પ્રમુખ થયેલા જેમને પાછળથી પક્ષાંતર ધારામાં સસ્પેન્ડ કરાતા ઈન્ચાર્જ તરીકે પી.એસ. જાડેજા પ્રમુખ રહ્યા હતાં.

વર્ષ ૨૦૨૧માં ચૂંટણી થઈ તેમાં રાજીબેન વી. મોરી પ્રમુખ થયા હતા. તથા અંતિમ મહિલા પ્રમુખ રીદ્ધીબા શકિતસિંહ જાડેજા જેઓ છેલ્લી ટર્મ ચૂંટણી સુધી પ્રમુખ રહ્યા હતાં.

આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતા જિલ્લા પંચાયતની બેઠકો ભારે રસાકસીભરી બની જાય તેવી સ્થિતિ થઈ છે.!!

સમીકરણો બદલાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નગરપાલિકામાં પંચાયતોનો વિસ્તાર કેટલોક ભળી જતાં અમુક જિ.પં. બેઠકોમાં ચોકકસ જ્ઞાતિના મતદારો વધી જતાં ઉમેદવારો માટે નવા સમીકરણો ઉભા થયા છે. નવું સીમાંકન જે સમગ્ર રાજ્યમાં માત્ર દ્વારકા જિ.પં.માં જ થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh