Advertisement
Author: નોબત સમાચાર

ચોરીનો આક્ષેપ મૂકી પ્રૌઢને મારકૂટ કરી મોતને ઘાટ ઉતારવાના કિસ્સામાં બે ઝબ્બે

અન્ય બે શખ્સના નામ શોધી પોલીસે હાથ ધરી શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના અંબર સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા એક પ્રૌઢની ચોરીની આશંકાથી બાઈક પર બળજબરીથી ઉઠાવી ગયેલા ચાર શખ્સે હત્યા કરી નાખ્યાની ફરિયાદ નોંધાયા પછી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી બે શખ્સને આ ગુન્હામાં દબોચી લીધા છે અને બેની શોધખોળ યથાવત રાખી છે.

જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં આવેલા બાવરીવાસમાં રહેતા રાજુભાઈ રામદેવ કોસ્ટી નામના પ્રૌઢની કરપીણ હત્યા થયાના પ્રકાશમાં આવેલા બનાવમાં તેના જમાઈ ઉદલ પરમારની પોલીસે ફરિયાદ નોંધ્યા પછી ગઈકાલે કેટલાક શખ્સોની અટકાયત કરી હતી. તે પછી ઋષિ ચૌહાણ અને હેમતસિંહ ગોહિલ નામના બે આરોપીની ધરપકડ કરી છે.

ત્રણેક દિવસ પહેલાં રાજુભાઈ અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે અંબર સર્કલ નજીક ફૂટપાથ પર બેઠા હતા ત્યારે બે બાઈકમાં આવેલા ચાર શખ્સે લીમડા લાઈનમાં આવેલી ફ્રીઝ તથા એસી રીપેરીંગની દુકાનમાંથી કોપરની નળી ચોરી કર્યાનો આક્ષેપ મૂકી રાજુભાઈને બળજબરીથી બાઈકમાં બેસાડી દઈ લીમડા લાઈનમાં એક ડેલામાં લઈ જઈ નિર્મમતાથી માર માર્યાે હતો અને તે પછી બેશુદ્ધ બની ગયેલા રાજુભાઈને એક શેરીમાં મૂકી દઈ આ શખ્સો નાસી ગયા હતા.

ઉપરોક્ત બનાવની ઉદલ પરમારે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત ચારેય શખ્સની ઓળખ મેળવવા તજવીજ કરી હતી. જેમાં ઋષિ ચૌહાણ અને હેમતસિંહ ગોહિલ નામના બે શખ્સ ઝડપાઈ ગયા છે. જ્યારે સાગર ડાયાલાલ નકુમ અને પુનીત રાઠોડ નામના બે શખ્સની શોધ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh