Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાના નવ વોર્ડની ૩૬ બેઠકો માટે ૧૮૧ દાવેદારઃ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાઈ

બૌદ્ધિક ગણાતા લોકો તથા ઈજારાવાંચ્છુઓએ પણ કરી દાવેદારી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. ભાજપમાં દાવેદારોના ફોર્મ ભરવાના દિને નિરીક્ષકો સમક્ષ સેન્સ લેવામાં આવી હતી, જેમાં ૩૬ બેઠકો માટે ૧૮૧ ફોર્મ ભરાયા છે.

સામાન્ય રીતે ઘણાં લાંબા સમયથી ખંભાળિયા પાલિકામાં ભાજપ વિજેતા થતું હોય, અને આ વર્ષે પણ તેની બહુમતિ મનાય છે, ત્યારે માગણીદારો પ્રમાણમાં ઓછા છે. વોર્ડ ૬ માં સૌથી વધુ ર૮ માગણીદારો છે, જ્યારે વોર્ડ પાંચમા માત્ર છ માગણીદાર છે. ૬ માંથી ૪ ને તો ટિકિટ મળી જશે.

વોર્ડ ૧ મા ર૭ માંગણીદારો, વોર્ડ બે મા ર૪, વોર્ડ ત્રણમાં ર૧, વોર્ડ ૪ મા ૧૬, વોર્ડ સાતમા ૧૬, વોર્ડ ૮ મા ર૦ તથા વોર્ડ ૯ મા ર૩ માગણીદારો છે.

ખંભાળિયા પાલિકામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો, સભ્યો દ્વારા થતાં નબળા કામો તથા ટકાવારી, ખેંચતાણ કામોમાં નબળી એજન્સીઓ રાખવી તથા કેટલીય વખત સામાન્ય સભા મહિનાઓ સુધી ના મળે તેવી દબાણની સ્થિતિ તથા કરોડોના કામો છતાં પણ ખંભાળિયા શહેરમાં દાખલ થતા ખાડાવાળા માર્ગો સાથે મોટા ગાબડા જેવી સ્થિતિ હોય, બૌદ્ધિક વર્ગ ગણાતા લોકોએ ટિકિટો મેળવવા પ્રયત્નો ના કર્યા, ખંભાળિયા ન.પા.ના સભ્ય થયા પછી પદ પ્રતિષ્ઠા સાથે પાલિકામાં સભ્ય થવાથી કોન્ટ્રાક્ટર થવાનો અનુભવ 'ભેટ'માં મળતો હોય, તેમાંથી મલાઈ મેળવવા પણ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યાનું ચર્ચાય છે. બૌદ્ધિક વ્યક્તિઓને પક્ષ તરફથી લડવા પણ કહેવાયું પણ બહુ પ્રતિસાદ મળ્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh