Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશેઃ
ખંભાળિયા તા. ૨૬: આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાની રૂએ તા.૨૫/૨/૨૦૨૬થી સવારના ૮ કલાકથી તા.૫/૩/૨૦૨૬ રાત્રિના ૮ કલાક સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા રેલવે ફાટકથી મુળવાનાથની જગ્યા સુધીના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે. જ્યારે લીંબડી ચેકપોસ્ટથી ભાટીયા બાયપાસ - કુરંગા ચોકડી, ઓખામઢી-બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા - કુરંગા ભાટીયા-લીંબડી ચેકપોસ્ટ-જામ ખંભાળીયા તથા ફાટકથી બરડિયા-કુરંગા-ભાટિયા- લીંબડી ચેકપોસ્ટ-જામ ખંભાળીયા ડાયવર્ઝન જાહેર કરાયું છે.
આ જાહેરનામું ઇમરજન્સી વાહનોને તથા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial