Advertisement
Author: નોબત સમાચાર

આજથી એર ટર્બાઈન ફ્યુલમાં ૧૦૦ ટકાનો જંગી ભાવ વધારો ઝીંકાતા હવાઈ મુસાફરી મોંઘી

આંતરરાષ્ટ્રીય મજબૂરી છતાં ડોમેસ્ટિક પ્રવાસીઓને રાહત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: આજથી એર ટર્બાઈન ફ્યુલમાં ૧૦૦ ટકા ભાવવધારો ઝીંકાતા હવાઈ મુસાફરી મોંઘી થઈ છે, જો કે ડોમેસ્ટિક માટે રાહત અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતા મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલ ર૦ર૬ થી એર ટર્બાઈન ફ્યુલ એટલે કે વિમાનના ઈંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છ ે. ઈતિહાસમાં પ્રથમ વખત એટીએફની કિંમત પ્રતિકિલોમીટર ર લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે ૧ માર્ચે ૯૬,૮૩૮ રૂપિયા હતો, તે હવે વધીને રેકોર્ડબ્રેક ર.૦૭ લાખ રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ ગયો છે.

આ ભાવવધારા પાછળ મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને તેના કારણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને જવાબદાર માનવામાં આવે છે. વિશ્વના કુલ ઓઈલ વપરાશનો ર૦ થી રપ ટકા હિસ્સો આ દરિયાઈ માર્ગે પસાર થાય છે, જે બંધ થવાથી વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરાયું છે. એરલાઈન્સ કંપનીઓના કુલ સંચાલન ખર્ચમાં ૪૦ ટકા હિસ્સો માત્ર ઈંધણનો હોય છે, તેથી ઈંધણના ભાવ બમણા થવાથી આગામી દિવસોમાં વિમાની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો  છે, જો કે સ્થાનિક હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા સરકારે જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટ પર એરલાઈન્સ પર માત્ર રપ ટકા જેટલો જ આંશિક ભાવવધારો લાદવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પર વધુ બોજ ન પડે, પરંતુ આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી કરતા લોકોએ એટીએફના પૂરેપૂરા વધેલા ભાવ ચૂકવવા પડશે, જેની સીધી અસર વિદેશ પ્રવાસના બજેટ પર પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh