Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૭ માર્ચ, શુક્રવાર અને ચૈત્ર સુદ નોમનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.  ખર્ચ-ખરીદી જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે  કામકાજમાં વિલંબ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક -વ્યાવહારિક  કામમાં મુશ્કેલી જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન  સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપે મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું.  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી-ચિંતા-દોડધામનું આવરણ આવી જાય.  વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

સામાજિક-રાજકિય કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં. સંસ્થાકિય  કામમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાના લીધે  બેચેની જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને મુશ્કેલી જણાય. મિલન-મુલાકાત મુલત્વી  રાખવા.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામમાં મુશ્કેલીનો અનુભવ  થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામકાજમાં ઉકેલ લાવવા માટે દોડધામ-શ્રમ રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-મુશ્કેલીમાં  વધારો થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામકાજમાં કોઈને કોઈ મુશ્કેલી રહ્યા કરે. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં  સાવધાની રાખવી.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh