Advertisement
Author: નોબત સમાચાર

મહારાજા સોસાયટી પાસે ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બે

ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા બે સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૦: જામનગરની મહારાજા સોસાયટી પાસેથી ગઈકાલે બે મહિલા સહિત ચાર વ્યક્તિ તીનપત્તી રમતા પકડાયા હતા. કૌસલનગરમાંથી ગંજીપાનાનો જુગાર ઝડપાયો હતો. રતનબાઈ મસ્જીદ પાસેથી બે શખ્સ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા મળી આવ્યા હતા.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટી પાસે એક ગલીમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપતી રમતા જાવીદભાઈ કાસમભાઈ સમા, રહીમભાઈ અબ્બાસભાઈ રૂમી, સમીનબેન ફરીદભાઈ પંજા, રૂકસાનાબેન મુસાભાઈ નાથાણી નામના ચાર વ્યક્તિ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૨૪૦૦ કબજે કરાયા છે.

જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા દેવાભાઈ રાણાભાઈ મહિડા, તોહીત હુસેનભાઈ કમોરા નામના બે શખ્સ પકડાઈ ગયા હતા.

જામનગરના કૌસલનગર વિસ્તારમાં એક બિલ્ડીંગ નીચે પાર્કિંગમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા રાજેશભાઇ શાંતિલાલ ચરાડવા, જીતુભાઈ મુળજીભાઈ, અશ્વિનભાઈ રતીલાલ ખેતાણી, લવેશભાઈ કાંતિલાલ વ્યાસ, રણજીતસિંહ જસુભા જેઠવા સહિતના વ્યક્તિઓ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૨૬૦૦ રોકડા કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh