Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૧ એપ્રિલ, બુધવાર અને ચૈત્ર સુદ ચૌદશનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોએ જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં તકેદારી રાખવી.  મહત્ત્વના નિર્ણય લેવામાં સંભાળવું

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામકાજ ન થવાને લીધે આપના  દોડધામ-શ્રમમાં વધારો થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. કામકાજમાં પ્રતિકૂળતા રહે. સંતાનના પ્રશ્ને  ચિંતા-ઉચાટ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. ઉતાવળ ન કરવી. વાદ-વિવાદ, ગેરસમજ,  મનદુઃખથી સંભાળવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩

 

Cancer (કર્ક: ડ-હ)

માનસિક પરિતાપ, વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ  અનુભવાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા અનુભવાય. ધંધામાં નાણાકિય લેવડ-દેવડમાં  સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આડોશ-પાડોશમાં વિવાદથી સંભાળવું પડે. સહકાર્યકર, નોકર-ચાકર વર્ગની તકલીફ  જણાય. પ્રવાસમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૧

 

Libra (તુલા: ર-ત)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  તબિયતની કાળજી રાખવી.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. સંતાનના કામકાજમાં  મુશ્કેલીનો અનુભવ થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન  ચલાવવામાં સાવધાની રાખવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૫

 

Capricorn (મકર: ખ-જ)

આપે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રાજકિય-સરકારી કામકાજમાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. નોકરી-ધંધામાં મહત્ત્વના નિર્ણય લેવામાં  સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh