બજેટ પૂર્વે ભારતીય શેર બજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે સાવધાનીનું વલણ !!!

તા. ૨૦-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની ૨૫% ટેરિફ ઠપકારવાની ધમકી ઉચ્ચારતા તેમજ ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્વના જોખમને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. વૈશ્વિક ઓઈલ ભંડારો પર કબજો જમાવવાની મુરાદ્દ ધરાવતા ટ્રમ્પ વેનેઝુએલા બાદ હવે ઈરાનના ઓઈલ પુરવઠા પર નિયંત્રણ મેળવવાની હોડમાં હોઈ ફંડો શેરોમાં નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૭૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૭૯% અને નેસ્ડેક ૦.૦૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૪ અને વધનારની સંખ્યા ૯૮૯ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કોમોડીટી, એનર્જી, યુટીલીટી, બેન્કેકસ, ઓટો, પીએસયુ બેન્ક, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૪૫,૭૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૪૬,૫૯૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૫,૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૬૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૪૬,૫૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૩,૦૬,૪૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૧૪,૫૫૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૩,૦૬,૪૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૫૭૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૩,૧૩,૯૭૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

અદાણી પોર્ટ્સ (૧૪૦૪) : પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૩૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૪૧૭ થી રૂ।.૧૪૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા કન્ઝ્યુમર (૧૧૭૬) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૧૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૧૫૫ ના સપોર્ટથી આ સ્ટોક ૧૧૮૮ થી રૂ।.૧૧૯૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક (૧૦૪૦) : રૂ।.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ।.૧૦૨૭ બીજા પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૫૪ થી રૂ।.૧૦૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

અદાણી એનર્જી (૯૦૯) : પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૯૧૭ થી રૂ।.૯૨૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૮૯૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે વધતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, વેપાર યુદ્ધની ધમકીઓ અને મોટા દેશોની વિસ્તારવાદી નીતિઓના કારણે ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે. અમેરિકા તરફથી ટેરિફને હથિયાર બનાવી દબાણ વધારવાના પ્રયાસો વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટને ડહોળી શકે છે, જેની અસર ભારત સહિતના ઉદયમાન બજારો પર પણ પડશે. વિદેશી રોકાણકારોની સાવચેતીભરી સ્થિતિ, રૂપિયામાં ચઢાવ-ઉતાર અને કોમોડિટી કિંમતોમાં અસ્થીરતા કારણે બજારમાં સમયાંતરે કરેકશન જોવા મળી શકે છે. ખાસ કરીને એક્સપોર્ટ આધારિત સેક્ટર્સ અને વૈશ્વિક ચક્ર સાથે જોડાયેલા શેરોમાં નફાવસૂલીનો દબાણ ટૂંકા ગાળામાં રહેવાની સંભાવના નકારી શકાતી નથી.

તેથી મધ્યમથી લાંબા ગાળાની દૃષ્ટિએ ભારતીય શેરબજાર માટે ચિત્ર હજુ પણ હકારાત્મક રહેવાની શક્યતા છે. ભારતીય સરકાર દ્વારા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી કોઈપણ દબાણમાં વેપાર સમજૂતી ન કરવાની સ્પષ્ટ ભૂમિકા અને યુરોપ તથા એશિયાના અન્ય દેશો સાથે વૈકલ્પિક ટ્રેડ ડિલ્સ તરફ વધતા પગલાં ભારતની આર્થિક મજબૂતીને ટેકો આપી શકે છે. આ વ્યૂહાત્મક અભિગમથી ભારત પર વૈશ્વિક જોખમોની અસર ઘટશે અને ડોમેસ્ટિક ગ્રોથના મુખ્ય પરિબળો વધુ મજબૂત બનશે. પરિણામે, જો વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે બજારમાં કરેકશન આવે તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે તક સાબિત થઈ શકે છે અને વિશ્વાસ પાછો ફરતાં ભારતીય બજારમાં મજબૂત રિકવરી તથા નવા ઊંચા સ્તરો તરફ ની ગતિ ફરી શરૂ થવાની સંભાવના નકારી શકાય નહીં.

close
Ank Bandh