Advertisement
Author: નોબત સમાચાર

ફિલિપાઈન્સમાં લાગેલી ભીષણ આગમાં ૧૦૦૦ થી વધુ લાકડાના ઘર સળગી જતા ૫૦૦૦થી વધુ બેઘર

અસરગ્રસ્ત લોકો આશ્રય સ્થાન અથવા ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર

                                                                                                                                                                                                      

બોંગાઓ તા. ૫: ફિલિપાઈન્સમાં ભીષણ દાવા નળમાં ૧૦૦૦થી વધુ મકાનો મળીને રાખ થઈ ગયા છે. ૫૦૦૦થી વધુ લોકો બેઘર થયા હોવાના અહેવાલો છે.

 દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાળાઓએ અંદાજે ૧૦૦૦ ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને ૫૦૦૦ લોકોને બેઘર કરી દીધા છે.

આ આગ એટલી ભયાનક હતી કે લગભગ ચાર કલાક સુધી સતત સળગતી રહી અને તેજ પવનોએ તેને વધુ ભયાવહ બનાવી દીધી. સમાચાર એજન્સી પીએનએ અનુસાર, આગ 'બારાંગાય લામિયન' નામના વિસ્તારમાં શરુ થઈ હતી. આ વિસ્તાર એક નાના ટાપુ પર વસેલો છે. જ્યાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલાઓ પર બનેલા હોય છે. મોટાભાગના ઘરો લાકડું, વાંસ અને નારિયેળના પાંદડા જેવી હળવી સામગ્રીથી બનેલા હતા.

આ ભયાનક આગમાં ૧૦૦૦થી વધારે ઘર બળીને ખાખ થઈ જતાં આખી વસ્તી લગભગ ખાલી થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે અથવા કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ જ્વાળાઓ અને કાળો ધુમાડો જોઈ શકાય છે.  એક ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આગની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે દૂરથી પણ આખો વિસ્તાર સળગતો દેખાતો હતો.

આ પ્રકારના ટાપુઓ પર વસેલી વસ્તીઓ મોટાભાગે ગરીબ સમુદાયોની હોય છે. ઘરો પાણી પર થાંભલાઓ પર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી.

જ્વલનશીલ સામગ્રી અને ગીચતાને કારણે આગને મોકળું મેદાન મળે અને ફાયરવિભાગ અંદર સુધી જઇ શકતો નથી. તેજ પવનોએ આગને ફેલાવામાં મદદરૂૂપ સાબિત થયા હતા.

અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાના ચોક્કસ કારણનો ખુલાસો કર્યો નથી, હાલ તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સ્થાનિક સરકાર અને રાહત એજન્સીઓ અત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખોરાક, પાણી, કપડાં અને કામચલાઉ રહેઠાણ પૂરી પાડી રહી છે. હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોવાથી તેમના પુનર્વસનમાં લાંબો સમય લાગશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh