Advertisement
Author: નોબત સમાચાર

યુવા રઘુવંશી અગ્રણીઓ નિર્મલભાઈ સામાણી તથા પરેશભાઈ ઝાખરિયાની ટ્રસ્ટી તરીકે વરણી

દ્વારકાના લોહાણા મહાજન ટ્રસ્ટમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: હાલારના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર દ્વારકા શહેરના સૌથી મોટા જનસમુદાય ધરાવતા લોહાણા (રઘુવંશી) સમાજના ટ્રસ્ટમાં સમગ્ર હાલાર અને ગુજરાતભરમાં જાણીતા ચહેરા એવા યુવા અગ્રણી નિર્મલભાઈ સામાણી તથા પરેશભાઈ ઝાખરિયાનો ગૌશાળાના પરિસરમાં યોજાયેલા રાસ-ગરબા મહોત્સવમાં હજારો જ્ઞાતિજનો, યુવા રઘુવંશીઓ, વડીલો, મહિલા મંડળની ઉપસ્થિતિમાં છેલ્લા પચ્ચાસ વર્ષથી દ્વારકામાં સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંજયભાઈ રાયઠઠ્ઠા, ડો. નીતિનભાઈ બારાઈ અને હેમલભાઈ ગોકાણીએ ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત વિજયભાઈ ભાયાણીએ કરતા વેંત જ સમગ્ર પટાંગણમાં ગરબે ઘૂમતા રઘુવંશીઓમાં આનંદ અને ઉત્સાહની હેલી જોવા મળી હતી.

ત્યારપછી ટ્રસ્ટી પદે વરાયેલા બન્ને યુવા અગ્રણીઓનું રઘુવંશી સમાજના રમણભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, ઈશ્વરભાઈ ઝાખરિયા, વિનુભાઈ સામાણી, વામનભાઈ ગોકાણી, જેન્તિભાઈ પાબારી, નરેન્દ્રભાઈ કક્કડ, અરવિંદભાઈ રાયમગિયા વિગેરે દ્વારા આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

નવનિયુક્ત ટ્રસ્ટી નિર્મલભાઈ સામાણી હાલ લોહાણા મહાપરિષદ, લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓમાં જોડાયેલા છે. બિલ્ડર તરીકે સુવિખ્યાત છે અને દ્વારકા પંથકમાં સામાજિક સેવા કાર્યોમાં હંમેશાં સહભાગી બનતા રહ્યા છે. જ્યારે પરેશભાઈ ઝાખરિયા છેલ્લા ર૦ વર્ષથી દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ પદે છે. તેમણે ભાજપ શહેર પ્રમુખ તરીકે, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ન.પા. કારોબારી સમિતિના ચેરમેન છે. દ્વારકા ટુ ડે સોશિયલ મીડિયા દ્વારા લોકઉપયોગી સેવા અને કામો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે દ્વારકામાં રૂ. તેર કરોડના ખર્ચે મહાજન વાડીનું પુનઃ નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ બન્ને કર્મઠ ટ્રસ્ટીઓની વરણીથી સમાજના વિકાસ કામોને વેગ મળશે.

નવનિયુક્ત બન્ને ટ્રસ્ટીની વરણી માટે યુવા રઘુવંશીઓ તથા વડીલ વર્ગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

દ્વારકાના લોહાણા મહાજન ટ્રસ્ટના વધુને વધુ વિકાસ માટે નવરાત્રિ મહોત્સવ દરમિયાન લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સાથે રઘુવંશી યુવાનોએ તેમજ વડીલોએ પરામર્શ કરી સંયુક્ત રીતે નિર્મલભાઈ સામાણી અને પરેશભાઈ ઝાખરિયાની વરણી માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. માત્ર દ્વારકા માટે જ નહીં, પરંતુ દેશ-દુનિયાના લોહાણા સમાજ માટે આ નિર્ણય પ્રેરણારૂપ છે. વર્તમાન ટ્રસ્ટી જીતુભાઈ સોમાણી સંજોગવસાત ઉપસ્થિત રહી શક્યા ન હતાં, પણ તેમણે બન્નેની વરણી અંગે સંમતિ સાથે શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh