Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મહત્ત્વની જગ્યાઓ વર્ષોથી ખાલી

કોઈ અધિકારી અહીંયા આવવા તૈયાર નથીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો હોય, અહીં અનેક વર્ગ એક-બે ના અધિકારીઓને સજામાં મૂકવામાં આવતા હોય, આવા અધિકારીઓ પૈકી કેટલાક લાગવગથી આવતા જ નથી, તો કેટલાક અધિકારી આવીને થોડા સમયમાં બદલી કરાવીને ચાલ્યા જતા હોય, દ્વારકા જિલ્લા પંચાયતમાં આના કારણે કરોડોના વિકાસ કાર્યો ના થાય તથા કરોડોની ગ્રાન્ટ ચાલી જાય તેવી સ્થિતિ થવા પામી છે જેમાં દ્વારકા જિલ્લાને ખૂબ નુકસાન થાય છે.

હાલ દ્વારકા જિલ્લા પંચાયતમાં વર્ગ-૧ ની કુલ ચાર મહત્ત્વની જગ્યાઓ ખાલી છે, તો વર્ગ-૨ની પણ બે ટેકનિકલ સહિત ચાર જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે.

જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની એક, કાર્યપાલક ઈજનેર મ.મા. વિભાગ પંંચાયતની એક, કાર્યપાલક ઈજનેર સિંચાઈની એક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની એક, પ્રોગ્રામ ઓફિસર આઈડીએસની એક, નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈની એક, નાયબ જિલ્લા શિક્ષણા ધિકારીની જગ્યા પણ ખાલી છે. ખાલી જગ્યાઓને લીધે વહીવટી પ્રક્રિયા ના થતાં કામો વિલંબમાં પડતા કરોડોના વિકાસ કાર્યો અટકે છે.

જિલ્લો થયો ત્યારથી

જગ્યા ખાલી !!

ગુજરાતનો દ્વારકા જિલ્લો જે ૨૦૧૩માં બન્યો ત્યારથી અત્યાર સુધીમાં તેર વર્ષની નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તથા નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈની જગ્યાઓ ભરાઈ જ નથી. !! તેર વર્ષથી વર્ગ-૨ની આ મહત્ત્વની જગ્યાઓ ખાલી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh