Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કવિ દિનેશ માવલને પૂ. મોરારિબાપુના હસ્તે કાગ એવોર્ડ

પ્રસિદ્ધ કવિનું સન્માન અને ગ્રંથનું વિમોચનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: તાજેતરમાં લોકસાહિત્યકાર અને ચારણી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દુલા ભાયા કાગના વતન મજાદરમાં પરંપરાગત રીતે વિવિધ વિવિધ સાહિત્યકારોને પ્રતિષ્ઠિત કાગ એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના કવિ દિનેશ માવલને કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા નગરના ગૌરવમાં વધારો થયો છે. કાગ એવોર્ડ આરંભ થયાના ૨૫મુ વર્ષ હોવાથી આ વર્ષે વિવિધ ૨૫ કલાકારો-સાહિત્યકારોને કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પૈકી જામનગરના સાહિત્યકાર અને 'ચરજ' મેગેઝિનના તંત્રી-સંપાદક દિનેશભાઈ માવલને પણ પૂ. મોરારિ બાપુના હસ્તે કાગ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પ્રસિદ્ધ ડાયરાના કલાકાર રાજભા ગઢવી દ્વારા રાજપરા ગામે રવેચી ધામમાં આયોજીત ચોથા સમૂહલગ્નમાં દિનેશભાઈ માવલ દ્વારા મધ્યકાળના ચારણી સાહિત્યના આદિ કવિ માવલ સાબાણીના જીવન આધારિત ગ્રંથ 'સિદ્ધ પ્રતાપી ચારણઃ માવલ સાબાણી'નું રામપરા ધામના પૂ. રૂપલ આઈના વરદ હસ્તે વિમોચન થયું હતું . આ તકે પૂ. દેવલમાં (બલીયાવડ), ગીરીશ આપા તથા ચારણ સમાજના કલાસાધકો કીર્તિદાન ગઢવી, જીતુ કવિ દાદ, દેવરાજ ગઢવી, હકાભા ગઢવી, અભયદાન ગઢવી તથા ખ્યાતનામ વક્તા મહેશભાઈ મહેડુ સહિતના કલા જગતના મહાનુભાવો તથા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશભાઈ માવલને કવિ કાગ એવોર્ડ એનાયત થતા નગરના કલા ગૌરવમાં વધારો થતા તેમના પર ચોતરફી અભિનંદન વર્ષા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh