ચિરવિદાય

જામનગરઃ કંસારા અતુલભાઈ રણછોડદાસ પરમારના પત્ની મીનલબેન પરમાર (ઉ.વ.૪૯)નું તા. ૨૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ ને ગુરૂવારના ભાઈઓ તથા બહેનો માટે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ (હાલ વડોદરા) વડનગરા નાગર બ્રાહ્મણ તુષારભાઈ ગુલાબરાય આચાર્ય (ઉ.વ.૬૯) તે ધરતીબેનના પતિ, હેમાદ્રીબેન શુકલ, હેમાંશુભાઈ આચાર્ય, સંધ્યાબેન ત્રિવેદીના ભાઈ, દર્પણના પિતા તથા નિહારીકાના સસરાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ શનિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ મોહનલાલ ભગવાનજી વારા (ઉ.વ.૮૫) તે વિજય, મનિષ, અનિતાબેન રામચંદ્ર દાઉદીયાના પિતા, રામચંદ્ર પ્રભુલાલ દાઉદીયાના સસરાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ ના સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઈ સમાજની વાડી, ભોઈના ઢાળીયા પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ હાલ રાજકોટ નિવાસી નિરજભાઈ પોપટનું તા. ૧૮ ના અવસાન થયું છે. તે સ્વ. મનસુખલાલ નાથાલાલ પોપટ (મનુભાઈ પોપટ) ના પુત્ર, સ્વ. વિદ્યુતભાઈ ભગવતીપ્રસાદ પરીખના જમાઈ, હેમલભાઈ, તેજસભાઈ, તૃષાબેન, નમ્રતાબેનના ભાઈ, કરણના પિતા, માનવના કાકા તથા કાર્તિકેયના મોટા અદા થાય. સદ્ગતનું બેસણું તા. ૨૧ ના સાંજે ૪ થી ૬ દરમ્યાન વિશાખા પેલેસ, ગ્રાઉન્ડ ફલોર, જી-૦૦૧, દયાનંદનગર, વાણીયાવાડી-૩, ભક્તિનગર, રાજકોટમાં રાખેલ છે.

close
Ank Bandh