Advertisement
Author: નોબત સમાચાર

પ્રસિદ્ધ તીર્થ પીંડારામાં પૂ. ગિરિબાપુની શિવકથામાં આહિરાણી મહારાસે રંગત જમાવી

અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજીત કથામાં સાંસદ, સંતો અને મહાનુભાવો જોડાયા

                                                                                                                                                                                                      

દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ પીંડારામાં અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજીત શિવકથાની મુલાકાત લઈને સાંસદ પૂનમબેન માડમ તથા અગ્રણીઓ કથાના વિવિધ પ્રસંગોમાં પણ સામેલ થયા હતાં. પૂનમબન માડમની સાથે પૂ. મહંત શ્રી શેરનાથ બાપુ, ગાદીપતિ મઠ અસ્થલ બોહર, રોહતકના પૂજ્ય મહંતશ્રી, અલવરના ધારાસભ્ય બાળકનાથ યોગીજી તથા અન્ય સંતો પણ જોડાયા હતાં તથા સનાતન ધર્મની પરંપરા અને ભક્તિ, સંસ્કૃતિ અને શાશ્વત સિદ્ધાંતોના ગરિમામયી આદાન પ્રદાનના અવસરનો લાભ લીધો હતો. ભવ્ય શિવકાથ પૂ. ગિરિબાપુની વાણીની સાથે આહિર સમાજ દ્વારા પીંડારા તીર્થ કે જે મહર્ષિ દુર્વાષાજીની તપસ્થલી છે ત્યાં શ્રી મહાવિષ્ણુયાગ તથા ભવ્ય આયોજન સાથે આહિરાણી મહારાસ જે રેકોર્ડબુકમાં સ્થાન ધરાવે છે તેની પણ ઝાંખી કરાવાઈ હતી, જેમાં પરંપરાગત વેશભૂષામાં હજારો આહિરાણીઓ સાથે સાંસદ પૂનમબેન પણ જોડાયા હતાં તથા તેમનું વિશેષ સન્માન પણ થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh