Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ દુનિયાને હચમચાવીઃ 'અમેરિકા ફર્સ્ટ'નો દાવો
નવી દિલ્હી તા.૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૯૪ દેશો પર ૧૦ થી ૪૧ ટકા સુધીનો ટેરિફ ઝીંકી દેતા દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથેની દોસ્તીનું શું થયું? તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.
વ્હાઇટ હાઉસના એક નિવેદન અનુસાર હવે જાહેર કરાયેલા આ ટેરીફમાં કોઈ ફેરફાર થશે નહીં. ટ્રમ્પના આદેશમાં ખાસ સૂચિબદ્ધ ન હોય તેવા દેશો પર ૧૦%ના ડિફોલ્ટ ટેરિફ દર લાગુ પડશે. વ્હાઇટ હાઉસ દ્વારા ટેરિફ સંબંધિત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા જારી કરાયેલ નવો ટેરિફ ૭ ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.
જોકે, ૭ ઓગસ્ટે જહાજ દ્વારા રવાના થયેલા અને ઓક્ટોબર સુધીમાં પહોંચવાની અપેક્ષા ધરાવતા અમેરિકા આવતા માલ પર ટેરિફ લાગશે નહીં.
ટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ વલણ અપનાવી રહૃાા છે. ટ્રમ્પે કહૃાું કે તેઓ મેક્સિકો સાથે વેપાર વાટાઘાટોને વધુ ૯૦ દિવસ માટે લંબાવશે. ત્યારે, જેમ જેમ ટેરિફ મર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ મોટાભાગના દેશો અનિશ્ચિતતાનો સામનો કરી રહૃાા છે.
આ તરફ ભારતમાં વિપક્ષે વ્યંગ સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે કે વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતાનું શું થયું? ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ કેમ લાદ્યો છે જ્યારે સરકાર કહે છે કે તે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતી વખતે આ મામલે જરૂરી પગલાં લેશે. અમેરિકાએ કેનેડા પર ટેરિફ ૨૫% થી વધારીને ૩૫% કર્યો છે.
કેનેડાની સાથે, વ્હાઇટ હાઉસે પણ અન્ય ઘણા દેશો માટે અપડેટ્સ સાથે નવા ટેરિફ દરો જાહેર કર્યા છે. તે મુજબ ૪૧% ટેરિફઃ સીરિયા, ૪૦% ટેરિફઃ લાઓસ, મ્યાનમાર (બર્મા), ૩૯% ટેરિફઃ સ્વિટ્ઝર્લેન્ડ, ૩૫% ટેરિફઃ ઇરાક, સર્બિયા, ૩૦% ટેરિફઃ અલ્જીરિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, લિબિયા, દક્ષિણ આફ્રિકા ૨૫% ટેરિફઃ ભારત, બ્રુનેઈ, કઝાકિસ્તાન, મોલ્ડોવા, ટ્યુનિશિયા, ૨૦% ટેરિફઃ બાંગ્લાદેશ, શ્રીલંકા, તાઇવાન, વિયેતનામ, ૧૯% ટેરિફઃ પાકિસ્તાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, ૧૮% ટેરિફઃ નિકારાગુઆ, ૧૫% ટેરિફઃ ઇઝરાયલ, જાપાન, તુર્કી, નાઇજીરીયા, ઘાના અને બીજા ઘણા, ૧૦% ટેરિફઃ બ્રાઝિલ, યુનાઇટેડ કિગડમ, ફોકલેન્ડ આઇલેન્ડ્સ
ટ્રમ્પે અગાઉ નવા ટેરિફ લાગુ કરવા માટે ૧ ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી, પરંતુ હવે આ ૭૦ થી વધુ દેશો પર નવા ટેરિફ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર થયાના એક અઠવાડિયા પછી અમલમાં આવશે. જોકે, કેનેડા માટે, ૩૫% ટેરિફ આજથી એટલે કે ૧ ઓગસ્ટથી અમલમાં આવશે.
આ બધી ચર્ચાઓ વચ્ચે, ભારત પર ૨૫% ટેરિફને લઈને દેશમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પના 'ભારત એક મૃત અર્થતંત્ર' હોવાના નિવેદન પર એક મોટું રાજકીય ધમાસાણ ચાલી રહૃાું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહૃાું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સાચું છે અને ભારત ખરેખર એક મૃત અર્થતંત્ર છે. રાહુલે કહૃાું કે વડા પ્રધાન અને નાણાં પ્રધાન સિવાય બધા આ જાણે છે. જયારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટ્રમ્પની પણ ટીકા કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial