Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતાની વચગાળાની જામીન અરજી ફગાવાઈ

ફોર્મ ભરવા પાંચ દિવસના મંગાયા હતા જામીનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના વોર્ડ નં.૧રના પૂર્વ નગરસેવકે કોર્પોરેશનની ચૂંટણીનંુ ફોર્મ ભરવા માટે પાંચ દિવસના પોલીસ જાપ્તા સાથેના વચગાળાના જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે. જેના પગલે આ આરોપીના ચૂંટણી લડવા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

જામનગરના વોર્ડ નં.૧રના નગરસેવક અસલમ ખીલજી ગઈ તા.૨૯ ડિસેમ્બરની સાંજે લાલબંગલા રોડ પરથી પસાર થતા હતા ત્યારે મોટરમાં આવેલા કેટલાક શખસોએ આ જ વોર્ડના બીજા નગરસેવક અલ્તાફ ખફીના ઈશારે તેમના પર જીવલેણ હુમલો કર્યાે હતો. પોલીસમાં તેની ફરિયાદ થયા પછી પોલીસે જુનેદ ચૌહાણ ઉર્ફે પાવડરીયા, ઈસ્તિયાક, સમીર ઉર્ફે ચોટલી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલભાઈ અને અલ્તાફ ખફી સામે ગુન્હો નોંધાયો હતો.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા પછી જામ્યુકોના વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ રેગ્યુલર જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી હતી. તે પછી અલ્તાફ ખફીએ કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે પોલીસ જાપ્તા સાથે પાંચ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા ફરીથી અરજી કરી હતી.

તે અરજી અન્વયે બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જેમાં બચાવપક્ષે દલીલ કરી હતી કે, બનાવના સ્થળે આરોપીની હાજરી નથી, ગુન્હામાં આરોપીનો કોઈ સક્રિય રોલ નથી, ચૂંટણીમાં ફોર્મ ભરવું તેનો બંધારણીય અધિકાર છે. આ દલીલ સામે સરકાર પક્ષે એવી દલીલ કરાઈ હતી કે, આ આરોપી સામે આર્મ્સ એક્ટ અને ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો છે. તેથી આ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થશે તો ચૂંટણીમાં વિક્ષેપ કરશે અને શાંતિ જોખમાય તેવું કૃત્ય કરશે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી અલ્તાફ ખફીની વચગાળાની જામીન અરજી નકારી છે. સરકાર તરફથી વકીલ રાજેશ વશીયર અને મૂળ ફરિયાદી તરફથી વકીલ એચ.એમ. ભટ્ટ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh