Advertisement
Author: નોબત સમાચાર

ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ

દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં રહેલો છે સૂક્ષ્મ જીવાણુઓનો અખૂટ ખજાનો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહૃાું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂ:રિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે.

ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂ:રી હોર્મોન્સ અને પોષક તત્ત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે.

ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂ:ર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh