Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને મળશે ઓર્ડર
નવી દિલ્હી તા ૨૦: ભારત સરકાર ૯૭ એલસીએ તેજસ ફાઈટર જેટ ખરીદશે, આ માટે ૬૨હજાર કરોડની મંજુરી અપાઈ છે, 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ ડીલ થશે, જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. આ ફાઈટર જેટનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા થશે.
ભારત સરકારે ભારતીય વાયુસેનામાં નવા ફાઈટર વિમાનોની સંખ્યા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ૯૭ એલસીએ માર્ક એ-વન ફાઈટર જેટ 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ ખરીદવામાં આવશે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ફાઈટર જેટ ખરીદવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફાઈટર જેટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. એલસીએ માર્ક એ-વન માટે સરકારનો આ બીજો ઓર્ડર છે, કારણ કે થોડા વર્ષો પહેલા ૪૮૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩ ફાઈટર વિમાનો ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સૂત્રો કહે છે કે આ નવા વિમાન મીગ-૨૧નું સ્થાન લેશે. મીગ-૨૧ જૂનું થઈ ગયુ છે અને વાયુસેના તેમને તબક્કાવાર રીતે સેવામાંથી બહાર કરી રહી છે. સરકાર સંરક્ષણ ખરીદી અને ઉત્પાદનમાં 'મેક ઈન ઈન્ડિયા' અને સ્વદેશી પર ભાર મુકી રહી છે. આ આદેશ પછી, સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે, ઉપરાંત દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને સંરક્ષણ ઉત્પાદન સંબંધિત મજબૂત બનાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છેછે કે એચએએલ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટ માટે એન્જિનનું ઉત્પાદન ઝડપી બનાવે. તેમણે પોતે એચએએલ ના ટ્રેનર વર્ઝનમાં ઉડાન ભરી છે, જે ભારતીય વડાપ્રધાન દ્વારા લડાયક વિમાનમાં પ્રથમ ઉડાન હતી. અમેરિકન કંપની જનરલ ઈલેકટ્રીકએ તેજસ માર્ક-એ-વન માટે ૪૦૪-આઈએન-૨૦ એન્જિનની ડિલિવરી શરૂ કરી દીધી છે. બાકીના ૧૦ એન્જિન પણ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં સોંપવામાં આવશે. વાયુસેનાને આવતા વર્ષે માર્ચ સુધીમાં ૧૨ તેજસ માર્ક-એ-વન એરક્રાફ્ટ મળવાની શકયતાઓ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial