Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પહેલી માર્ચે વિરાટ હિન્દુ સંમેલન

સ્વસ્તિક સદ્ગુરૂ વસ્તીમાં વિવિધ કાર્યક્રમો સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરમાં ૧ માર્ચના વિરાટ હિન્દુ સંમેલન યોજાશે. સ્વસ્તિક વસ્તીમાં યોજાનાર આ સંમેલનમાં મહાઆરતી, બાળકોની વૈશભૂષા, હનુમાન ચાલીસા અને બૌદ્ધિક પ્રવચન યોજાશે.

જામનગરના સરદાર ઉપનગરની સ્વસ્તિક સદ્ગુરુ વસ્તી દ્વારા આગામી ૧ માર્ચના વીરાટ હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે માટેની બેઠકમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં કુલ ૮૮ વસ્તીઓમાં યોજાનાર વિરાટ હિન્દુ સંકેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં હિન્દુ જાગૃત થાય અને સંગઠિત બને તેનો રહેછો છે, ત્યારે સ્વસ્તિક અને સદ્ગુરૂ વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન વાલકેશ્વરી મહાદેવ મંદિર નજીક, ઝી ટાવર સામે આગામી ૧ માર્ચના યોજાનાર છે જેના વિસ્તારના બાળકોની વેશભૂષા રાખવામાં આવી છે તેમજ મહાઆરતી, હનુમાન ચાલીસા અને મુખ્ય વક્તા નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ હિતાબેન ભટ્ટ તેમજ કે.પી. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ પ્રો. વિમલભાઈ પરમાર દ્વારા બૌદ્ધિક રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિસ્તારના બહેનોએ આરતી અને દીપ ઘરેથી લાવવાના રહેશે અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદની આયજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ વિગત માટે વિરાટ હિન્દુ સંમેલનના અધ્યક્ષ કે.પી. સરવ્યા (મો. ૯૭૧ર૭ ૩૩૭૭૭) અને ઉપાધ્યક્ષ જવાહરભાઈ મેહતા (મો. ૯૪ર૭૭ ૬૯૬ર૩), ખજાનયી જયુભાઈ પારેખ (૯૪ર૭પ ૭રર૩ર) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh