Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ ફાઉન્ડેશનની આ સંસ્થા પર લાગ્યા હતા કેટલાક આરોપો
મુંબઈ તા. ૧૫: રિલાયન્સ ફાઉન્ડેશનની અનંત અંબાણી સંચાલિત 'વન તારા' સામે થયેલા કેટલાક આક્ષેપો સંદર્ભે સુપ્રિમ કોર્ટે નિમેલી એસઆઈટીએ કલીનચીટ આપી હોવાનુ જાણવા મળે છે.
સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જે. ચેલ્મેશ્વરના અધ્યક્ષસ્થાને રચાયેલી એસઆઈટીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલા રિપોર્ટમાં 'વનતારા'ને કલીનચીટ અપાઈ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અનંત અંબાણી દ્વારા જામનગર નજીક સંચાલિત 'વનતારા' સંસ્થા સામે કેટલાક આરોપો લગાવાયા હતા. વન્યપ્રાણીઓની સારવાર-સંભાળ અને બચાવ કરીને પુનઃ સ્થાપનના ઓઠા હેઠળ તસ્કરી અને મનીલોન્ડરીંગ જેવી ફરિયાદો અંગે સુપ્રિમ કોર્ટે રચેલી આ સમિતિના રિપોર્ટમાં વનતારાને કલીનચીટ અપાઈ હોવાનું અખબારી માધ્યમો તથા સુત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. એ સર્વવિદિત છે કે ૨૫ મી ઓગસ્ટે તદ્વિષયક ફરિયાદોને લઈને સુપ્રિમ કોર્ટે રચેલી સમિતિ ૧૨મી સપ્ટેમ્બરે તેનો અહેવાલ આપવાની હતી. આ રિપોર્ટ બંધ કવરમાં આપ્યા પછી તે ખોલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જે ચેલમેશ્વર ઉપરાંત બીજા ત્રણ સભ્યોની સમિતિએ તલસ્પર્શી તપાસ કર્યા પછી વનતારાને કલીનચીટ આપી હોવાનું જણાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial