Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનમાં ભૂમિદળ મોકલાશે તો ઈઝરાયલ તેમાં નહીં જોડાયઃ એકલું પડ્યું અમેરિકા

ડોનાલ્ડ ટ્રમ્પને નહીં અનુસરે નેતન્યાહૂ!

                                                                                                                                                                                                      

તેલઅવીવ તા. ૩૦: ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે જો અમેરિકા ભૂમિદળ મોકલશે તો તેમાં ઈઝરાયલની સેના નહીં જોડાય તેવું ઈઝરાયલે જાહેર કરતા અમેરિકા આ મુદ્દે એકલું પડી ગયું છે, જો કે આ બન્ને દેશોની વ્યૂહરચના પણ હોઈ શકે છે.

ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર જો અમેરિકા ઈરાન વિરૂદ્ધ જમીની સેન્ય કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) શરૂ કરે છે, તો ઈઝરાયલના સૈનિકો તેમાં સીધી રીતે ભાગ લેશે નહીં. ખાસ કરીને ઈઝરાયલના મીડિયા રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઈરાનમાં 'ગ્રાઉન્ડ બૂટિંગ' એટલે કે સૈનિકો ઉતારવાની તૈયારી કરી રહ્યા હોય, પરંતુ નેતન્યાહુની સેના આ મિશનમાં અમેરિકાની સાથે જમીન પર ઉતરશે નહીં.

આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે આ જોખમી મિશનમાં અમેરિકાએ એકલા જ આગળ વધવું પડી શકે છે. નિષ્ણાતોના મતે, ઈઝરાયલનું આ વલણ વ્યૂહાત્મક કારણોસર હોઈ શકે છે. જો ઈઝરાયલ સીધું જ આ જમીની યુદ્ધમાં ઝંપલાવે, તો સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ અત્યંત ભયાનક થઈ શકે છે. આ ઉપરાંત ઈઝરાયલ હાલમાં પોતાની આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે, તેથી તે ઈરાન જેવા મજબૂત દેશ સામેના મોટા યુદ્ધમાં સીધી રીતે સામેલ થવાનું ટાળી રહ્યું છે.

જો કે, એ હજુ સ્પષ્ટ નથી થયું કે ઈઝરાલય સૈન્ય મદદ સિવાય અન્ય કોઈ રીતે, જેમ કે ગુપ્ત માહિતી કે ટેકનિકલ સહયોગ દ્વારા અમેરિકાને મદદ કરશે કે કેમ. બીજી તરફ અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાના સૈનિકો, યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરીને દબાણ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે.

પેન્ટોગોને ઈરાન વિરૂદ્ધ સંભવિત જમીની કામગીરી માટેના વિવિધ વિકલ્પો પર કામ શરૂ કરી દીધું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકન વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી સૈનિકો ઉતારવા અંગેનો કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ મોટા સહયોગી વિના ઈરાન જેવા દેશમાં જમીની યુદ્ધ લડવું અમેરિકા માટે સૈન્ય અને રાજકીય એમ બન્ને સ્તરે પોટું જોખમ સાબિત થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh