Advertisement
Author: નોબત સમાચાર

ડિજિટલ એરેસ્ટના મામલે કેન્દ્ર સરકારે વોટ્સએપને આપ્યો આદેશ

નિર્દોષ લોકોને લૂંટવાના કિસ્સા રોકવા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે નિર્દોષ લોકોને લૂંટવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ સ્કેમમાં સ્કેમર્સ વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ જોખમને જોતા ભારત સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને વોટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે, સ્કેમમાં વપરાતા ડિવાઈસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે.

હવે માત્ર એકાઉન્ટ નહીં, આખું ડિવાઈસ બ્લોક થશે. ગૃહમંત્રાલય હેઠળની સાયબર વિંગ 'ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર'ના રિપોર્ટ પછી આ નિર્ણય લેવાયો છે. સ્કેમર્સ વારંવાર નવા નંબરથી એકાઉન્ટ બનાવી લેતા હોય છે, તેથી તેમના ફોનની ઓળખ એટલે કે ડીવાઈસ આઈડી પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.

વોટ્સએપ પર સ્કાઈપ જેવા સુરક્ષા ફીચર્સ લાગુ કરવા પર વિચારણા ચાલી રહી છે. અઈટી રૂલ્સ ર૦ર૧ હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા ૧૮૦ દિવસ સુધી સુરક્ષિત રાખવા પર ભાર મૂકાશે, જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી રહે. ખતરનાક એપીકે ફાઈલો અને નકલી એપ્સને ઓળખીને તેને બ્લોક કરવાની યોજના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh