Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મર્યાદિત આવક ધરાવતા પરિવારોને તક
જામનગર તા. ૫ઃ જામનગર મહાનગરપાલિકા હસ્તકનો આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની તક આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ આવા અલગ-અલગ યોજનામાં ખાલી કરેલા ૧પ૪ આવાસો માટે અરજીઓ મંગાવી છે. મુખ્યમંત્રી આવાસ યોજના (૧ વી.એમ.કે) મયુરનગર મેઈન રોડ વામ્બે આવાસ પાસેની આવાસ યોજનામાં ૪૭ આવાસો ખાલી છે. જેની કુલ કિંમત ૩ લાખ છે. આ માટે અરજી સમયે ૭પ૦૦ રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહેશે. આ માટે વાર્ષિક આવક રૂા. ૧ લાખ સુધીની હોવી જરૂરી છે.
મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના એલઆઈજી-૧ ટાઈપમાં (૧ બીએમકે) એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ ૪૦ આવાસ ખાલી છે, તેની કિંમત રૂા. ૭.પ૦ લાખ છે. અરજી સાથે રૂા. ૧૦ લાખ ભરવાના રહેશે. તેમજ મેન્ટનન્સ પેટે રૂા. ૩પ,૦૦૦ ભરવાના છે. જેમાં આવક મર્યાદા વાર્ષિક રૂા. ૧ થી ર.પ૦ લાખ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ઈ.ડબલ્યુ.એસ. પ્રકારના (૧ બીએમકે) માં ૪૦ આવાસ માટે અરજી મંગાવાઈ છે. હાપા-રવિ પેટ્રોલ પંપ પાછળમાં આવેલા આવાસ યોજના પેટે ૩ લાખની કિંમતના આવાસમાં મેન્ટનન્સ ડિપોઝિટ રૂા. ર૦ હજાર અને અરજી સમયે રૂા. ૭પ૦૦ ભરવાના રહેશે. જે માટે વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ રાખવામાં આવી છે. અહિં કુલ ૪૦ આવાસ ખાલી છે.
જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબલ્યુએલ (૧ બીએમકે) રવિ પેટ્રોલ પંપ પાછળ હાપામાં ર૭ આવાસ ખાલી છે. આવાસની વેંચાણ કિંમત ૩ લાખ છે. જેમાં મેન્ટનન્સ ડિપોઝિટ ૩૦,૦૦૦ અને અરજી સમયે ૭પ૦૦ રૂપિયા ભરવાના રહેશે. આ માટે વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ સુધીની છે. આમ કુલ ૧પ૪ આવાસોનું વેંચાણ કરવા પ્રત્યન કરવામાં આવી રહ્યો છે.
વધુ વિગત માટે જામનગર મહાનગરપાલિકા હાઉસીંગ સેલ-વિભાગ ચોથા પાસે સંપર્ક સાધવા સિટી ઈજનેરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial