Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલે પાંચ દિ'માં ઈરાન પર વરસાવ્યા પ૦૦૦ જેટલા બોમ્બઃ ઈરાનનો વળતો પ્રહાર

૧૦૪પ થી વધુ ઈરાનીઓના મૃત્યુઃ અનેક શહેરો બરબાદ

                                                                                                                                                                                                      

તેલઆવીવ તા. પઃ ઈઝરાયલે પાંચ દિવસમાં વરસાવેલા પ,૦૦૦ બોમ્બથી ઈરાનમાં તબાહી મચી છે, અને ૧૦૪પ મોત થયા છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં હિંસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઈઝરાયલની વાયુસેનાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેમણે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે.

આ હુમલાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનું વાતાવરણ છે અને શાંતિની અપીલ વચ્ચે પણ બન્ને દેશો એકબીજા પર વિનાશક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે.

ઈઝરાયલી સૈન્ય દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારી મુજબ ઓપરેશન શરૂ થયા પછી અત્યાર સુધીમાં ઈરાનના અલગ-અલગ વિસ્તારોમાં પ૦૦૦ થી વધુ મ્યુનિશન અને બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ રાજધાની તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ છે.

ઈઝરાયલનું રહેવું છે કે, આ હુમલાઓનો હેતુ ઈરાનના સૈન્ય માળખા અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરવાનોછે, જેથી ઈઝરાયલ પર થતા હુમલાઓને રોકી શકાય.

બીજી તરફ ઈરાને પણ આક્રમક વલણ અપનાવા ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો દાગી છે. આ મિસાઈલ હુમલા પછી ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતાં અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જો કે ઈઝરાયલની અત્યાનુધિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની કોશિશ કરી હતી.

સુરક્ષાના ભાગરૂપે લોકોને અમુક સમય માટે શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ જવાબી કાર્યવાહીને કારણે યુદ્ધ હવે લાંબો સમય ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ ભીષણ યુદ્ધમાં સૌથી મોટું નુક્સાન સામાન્ય જનતાને ભોગવું પડી રહ્યું છે. અહેવાલો મુજબ ર૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં ૧૦૪પ થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઈરાનના મીડિયા પ્રમાણે ૧૩૦ થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો આ હુમલાથી પ્રભાવિત થયા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના દક્ષિણ શહેર મીનાબમાં બની હતી, જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૦ થી વધુ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફે જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલો અને સરકારી ઈમારતો પણ આ યુદ્ધની ઝપેટમાં આવી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh