Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેક કંપનીઓનો દબદબો વધતા મીડિયાને મળતી જાહેરાતો ઘટી !
નવી દિલ્હી તા. ૩: વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક ૧૫૧મા ક્રમે રહ્યું છે. ટ્રમ્પના શાસનમાં અમેરિકા ૫૭મા ક્રમે ગગડયું છે.
સમગ્ર વિશ્વમા દર વર્ષે ૩ મેના વિશ્વ પ્રેસ ફ્રીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે.
વેન્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ ૨૦૨૫ માં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૧માં ક્રમે છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર દ્વારા જાહેર કરાયો છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં ૧૫૯માં ક્રમે હતું.
પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના વર્ષ ૨૦૨૫ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં ઇરીટ્રિયા સૌથી નીચલા સ્તરે જ્યારે નોર્વે સૌથી સારી સ્થિતિમાં પ્રથમ ક્રમે છે.
ભુતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે. જો કે, વર્ષ ૨૦૨૧માં આ યાદીમાં ભારત ૧૪૨મા ક્રમે હતું, બાદમાં આંક વધતો ગયો અને ૨૦૨૩ માં ૧૬૧મા ક્રમે પહોંચી ગયું હતું. જોકે બાદમાં થોડો સુધારો થતા ગયા વર્ષે ૧૫૯ અને હવે ૧૫૧ પર આવતા મામૂલી સુધારો થયો છે. ભારતની સ્થિતિમાં ગયા વર્ષ કરતા અન્ય દેશોની સરખામણીએ ઘણું જ પાછળ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના અત્યાર સુધીના ઇતિહાસમાં આર્થિક ઇન્ડીકેટર સૌથી નીચલા સ્તર પર છે. વિશ્વભરનું મીડિયા ફન્ડિંગના કાપ સામે ઝઝૂમી રહૃાું છે. માહિતીના અન્ય માધ્યમો જેવા કે ગૂગલ, એપલ, ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિતના સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી ટેક કંપનીઓનો દબદબો વધ્યો છે. જેને કારણે અગાઉ જે જાહેરાતો મીડિયાને મળતી હતી તેનો મોટો હિસ્સો ટેક પ્લેટફોર્મને મળવા લાગ્યો છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે અનેક દેશોમાં મીડિયા પર રાજકીય નેતાઓનું કન્ટ્રોલ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી તે બાદથી અમેરિકામાં પ્રેસની સ્થિતિ ગગડી છે. અમેરિકા આ યાદીમાં ૫૭મા ક્રમે છે. જ્યારે ગયા વર્ષે તેનું રેન્કિંગ ૫૫ હતું.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલના ગાઝામાં હુમલાને પગલે વર્ષ ૨૦૨૩થી યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ પત્રકારોના મોત નિપજ્યા છે. આ રિપોર્ટમાં ભારતના આંકડા અપાયા છે જે મુજબ ભારતમાં ૨૦ ભાષાઓમાં ૧,૪૦,૦૦૦ પબ્લિકેશન પ્રકાશિત થાય છે. જેમાં ૨૦,૦૦૦થી વધુ દૈનિક સમાચારપત્રોનો સમાવેશ થાય છે. જેનું સંયુક્ત સકર્યુલેશન ૩૯૦ મિલિયન એટલે કે આશરે ૩૯ કરોડ કોપીનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial