Advertisement
Author: નોબત સમાચાર

પરીક્ષા ટાણે પ્રસિદ્ધિ ભૂખ્યા પરિબળો દ્વારા યોજાતા વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમોનો ફિયાસ્કો!

છાત્રોની નહીંવત હાજરીના કારણે આ અવનવા કાર્યક્રમો બન્યા હાસ્યસ્પદ!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર શહેર અને જિલ્લામાં તેમજ સંભવતઃ અન્ય શહેરોમાં પણ નાની-મોટી કોઈને કોઈ સરકારી/અર્ધસરકાી કે ખાનગી શૈક્ષણિક/સામાજિક સંસ્થાઓ દ્વારા હાલ નાના-મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા કાર્યક્રમોમાંથી કેટલાક ધ્યાન ખેંચે તેવા કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાય છે.

શાળાના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં કે અભ્યાસમાં કે પછી જનરલ નોલેજમાં લાભદાયી બને તેવો હેતુ હોય શકે છે, પણ... આ પ્રકારના કાર્યક્રમો અત્યારે પરીક્ષાઓના સમયગાળામાં કરવાનું જે તે સંસ્થાએ ટાળવું જોઈએ.

ધો. ૧૦/૧ર ની પરીક્ષાઓ, શાળાની પરીક્ષાઓ, કોલેજના છાત્રોની પરીક્ષાઓનો માહોલ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સુધી હોય છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં ચિંતા સાથે વ્યસ્ત હોય છે, ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા માત્ર પોતાની સંસ્થાને પ્રસિદ્ધિ મળે, સંસ્થા હોદ્દેદારો, અધિકારીઓના ફોટા છપાય તેવા ખેલ થઈ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

જામનગરમાં જ, હમણાં જ બે-ત્રણ સંસ્થાએ શાળાના છાત્રોને એકઠા કરવા જાગૃતિ કાર્યક્રમ કે ફિલ્મી શો જોવા કાર્યક્રમ યોજયા... પણ જાણવા મળતી વિગતો પ્રમાણે આ કાર્યક્રમોમાં છાત્રોની સંખ્યા સાવ નહીંવત્ હોવાથી કાર્યક્રમનો રીતસર ફિયાસ્કો થયો હતો!

આ સંસ્થાઓએ વેકેશનના સમયમાં 'સમર કેમ્પ' જેવા આયોજનો કરી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ. શા માટે માથે પરીક્ષાનું જબરદસ્ત ટેન્શન હોય, વાલીઓ પણ બાળકોની તૈયારી માટે ચિંતા સેવી રહ્યા છે તેવા સમયે જ પ્રસિદ્ધિ ભૂખ્યા સંસ્થાના સંચાલકો શા માટે છાત્રોને અવનવા કાર્યક્રમોમાં ઢસડી રહ્યા છે?

કોઈ ખાનગી વ્યક્તિની સંસ્થા હોય કે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા હોય, આ પ્રકારના આયોજનો અત્યારે જ કરવાનું કેમ યાદ આવે છે?

જામનગરની એક રાષ્ટ્રીય અથવા કથિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિની જાહેરાતો કરતા સંસ્થાને તો પોતાની જ પ્રતિષ્ઠા ઝંખવાય તેવા કરતૂતો કરવા પડતા હોવાની ટીકા કાયમ થાય છે. અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે આરોગ્ય ક્ષેત્રે દર્દીઓને આકર્ષવા નિયમિત રીતે ચાલતા ઓપીડીના રૂમમાં જ 'ક્ેમ્પ'ના છાસવારે આયોજનની પ્રસિદ્ધિ કરાવવી પડે છે!!

અંતમાં એટલું ચોક્કસ ભારપૂર્વક જણાવી શકાય કે મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી અર્થાત્ મોટાભાગની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી એક-દોઢ મહિનાના વેકેશનના સમયનો છાત્રો-વાલીઓ સદ્ઉપયોગ કરી શકે તેવી રીતે લાભદાયી અને ઉપયોગી કાર્યક્રમો કરવા જોઈએ... બાકી... પ્રસિદ્ધિ માટે વલખા મારતી સંસ્થાઓએ જાતે જ નૈતિક્તાના ધોરણે વિચારવાની જરૂર છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh