Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવાઈ
જામનગર તા.૨૦: જામનગર શહેરમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ સંસ્થાની નવી કાર્યકારિણિની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય તથા ગૌરવસભર વાતાવરણમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત ઉદ્યોગપતિ જિતુભાઈ લાલ તથા જાયન્ટ્સ ફેડરેશન ૩બી ના પ્રમુખ ડો. મધુકાંતભાઈ આચાર્ય ઉપસ્થિત રહૃાા હતા. સાથે જ વિશેષ અતિથિ તરીકે આઈપીપી મુકેશભાઈ પાઠક, વીપી જગતભાઈ રાવલ, કોર્ડિનેટર દુષ્યંતભાઈ પંડ્યા તથા શ્રીમતી કુમુદીબેન ડિસોઝાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.
તમામ મહાનુભાવોએ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાના યોગદાનને વિશેષ રીતે બિરદાવ્યું હતું. આ અવસરે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના પ્રમુખ તરીકે અશોક કૂબાવત, સચિવ તરીકે જય શુક્લ તથા ખજાનચી તરીકે નિલેશ ગોહિલની વિધિવત રીતે નિયુક્તિ યુનિટ ડાયરેકટર નિષાબેન પૂંજાણી દ્વારા કરવામાં આવી હતી. નવ નિયુક્ત ટીમે સમાજસેવા, શિક્ષણ, આરોગ્ય તથા માનવ કલ્યાણના ક્ષેત્રોમાં સક્રિય અને સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગેનો રિપોર્ટ જય શુક્લ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેને સૌએ પ્રશંસાપૂર્વક આવકાર્યો હતો. સમારોહનું સંચાલન નિમેષ ધ્રુવ તથા અતુલ વીરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર શહેરના જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ,જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર જનસેવા દરેડ, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર ક્રાઉન,જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર સુપરના તમામ પ્રમુખો તથા સચિવો તેમજ સંસ્થાના સભ્યો, આમંત્રિત મહેમાનો અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial