Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી કંપનીને તત્કાળ પગલાં લેવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તાકીદ

દુર્ગંધ સહિતની જનફરિયાદો અંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના ગાંધીનગર વિસ્તાર સ્થિત વેસ્ટ ટુ એનર્જી પલાન્ટમાંથી આવતી તીવ્ર્ દુર્ગંધ અંગે વિરોધ પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ કંપનીને પત્ર પાઠવી જરૂ:રી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

જામનગર શહેરના ગાંધીનગરના છેવાડે મહાનગરપાલિકા દ્વારા કચરાના પ્રોસેસ માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, પરંતુ આ પ્લાન્ટમાંથી કચરાની તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી દૂરદૂર સુધીના વિસ્તારમાં દુર્ગંધની અનુભૂતી થઈ રહી છે, અને સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ બાબતે સ્થાનિક રહીશો ત્યારપછી કોર્પોેટર રચનાબેન નંદાણિયા, ઉપરાંત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આ પ્લાન્ટને બંધ કરવા માગણીકરી હતી.

આ પછી રાજ્ય મંત્રીની સૂચના પછી ભાજપના સ્થાનિક કોર્પોરેટરો-મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતાં અને અધિકારીઓ દ્વારા જરૂ:રી સૂચના પ્લાન્ટ સંચાલકોને આપી હતી. જેમાં બહાર રાખવામાં આવેલ કચરાનો નિકાલ કરવા, દવાઓનો વધુ છંટકાવ કરવા વગેરેનો સમાવેશ થાય છે.

આ પછી પણ સ્થિતિમાં સુધારો જોવા નહીં મળતા હવે ગુજરાત પ્રદૂક્ષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના અધિકારી દ્વારા પણ આ કંપનીને પ્રદૂષણ બાબતે પત્ર પાઠવી જરૂ:રી પગલાં લેવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh