Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં કોર્પોરેટરની હત્યાના પ્રયાસમાં એક આરોપીએ કરેલી જામીન અરજી ફગાવી દેવાઈ

દોઢ મહિના પહેલાં લાલબંગલા પાસે થયો હતો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામ્યુકોના વિરોધપક્ષના પૂર્વ નેતા પર દોઢ મહિના પહેલાં પ્રાણઘાતક હુમલો થયો હતો. આ ગુન્હામાં ધરપકડ પામેલા પાંચ આરોપીમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી ગઈ તા.ર૯ ડિસેમ્બરની સાંજે લાલબંગલાથી ટાઉનહોલ તરફ સ્કૂટર પર જતા હતા. ત્યારે પાછળથી આવેલી મોટરે ટક્કર મારી તેઓને પછાડ્યા પછી જુનેદ ચૌહાણ, ઈસ્તિયાક, સલીમ વલીભાઈ, હબીબ ખફી, સમીર શકીલ ચૌહાણ નામના પાંચ શખ્સે પ્રાણઘાતક હુમલો કર્યાે હતો.

આ હુમલો અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીના ઈશારે થયો હોવાની ફરિયાદ કરાતા છએય શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકીના હબીબ ખફીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેના પર બે સંતાન, પત્ની તથા વિધવા માતાની ભરણપોષણની જવાબદારી છે અને ઈજા પામનાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી હબીબ ખફીની જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh