ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોકમાં ખરીદીનો માહોલ...!!!

તા. ૦૨-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

નાણા મંત્રી નિર્મલા સીતારામણે નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું ઉદ્યોગોના વિકાસ, રોજગાર વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નવા પ્રોજેક્ટો સાથેનું વિકાસલક્ષી કેન્દ્રિય બજેટ રજૂ કર્યા છતાં શેરબજારના મોટા વર્ગ માટે એક મોટી ઘાતક જોગવાઈ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં અનપેક્ષિત વધારો કરી દેતાં ગઈકાલે ફંડો, મહારથીઓ, ટ્રેડરોએ બજેટ પર ફીટકાર વર્ષાવી શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી કરી હતી.

બજેટની આ અનપેક્ષિત નેગેટીવ જોગવાઈ સામે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી)માં ઘટાડા કે કેશ સેગ્મેન્ટમાં શેરોની ડિલિવરી માટે એસટીટીમાં કોઈ રાહત નહીં આપીને રોકાણકાર વર્ગને પણ નિરાશ કરવામાં આવતાં હતાશામાં આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, પરંતુ ત્યાર બાદ રીકવરી થતા શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૩% અને નેસ્ડેક ૦.૯૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૩ અને વધનારની સંખ્યા ૧૨૪૯ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કન્ઝ્યુમર ડીશક્રિશનરી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ।.૧,૪૬,૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૪૭,૪૦૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૩,૩૨૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૪૩૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૪૩,૩૨૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૬૭,૫૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૬૭,૫૦૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૪૯,૭૧૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫,૯૩૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૪૯,૭૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

લોઢા ડેવલોપર્સ (૯૨૨) : રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૯૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૯૩૭ થી રૂ।.૯૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।. ૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

હેવેલ્સ ઇન્ડિયા (૧૨૬૫) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।. ૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૨૩૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૨૭૮ થી રૂ।. ૧૨૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ઓરબિંદો ફાર્મા (૧૦૬૯) : રૂ।. ૧૦૪૬ નો પ્રથમ તેમજ રૂ।. ૧૦૩૩ બીજા ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૮૮ થી રૂ।.૧૦૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા કન્ઝ્યુમર (૧૦૮૧) : પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।. ૧૦૯૭ થી રૂ।. ૧૧૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૧૦૬૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વિશ્વવ્યાપી આર્થિક અનિશ્ચિતતા, યુએસ ટેરિફ, કરન્સી વોલેટિલિટી અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારની ભાવિ દિશા લાંબા ગાળે મજબૂત અને આશાવાદી દેખાઈ રહી છે. ઇકોનોમિક સર્વેમાં દર્શાવાયેલો ૬.૮થી ૭.૨%નો અનુમાનિત વૃદ્ધિદર એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ભારતની આંતરિક આર્થિક શક્તિ - મજબૂત સ્થાનિક માંગ, સરકાર દ્વારા થતી કેપિટલ એક્સપેન્ડિચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નીતિગત સુધારા બજાર માટે મુખ્ય પ્રેરક તત્ત્વ રહેશે. વૈશ્વિક સ્તરે મંદી કે દબાણ હોવા છતાં ભારતીય કોર્પોરેટ્સના કમાણીના આંકડા ધીમે ધીમે સુધરવાની શક્યતા છે, ખાસ કરીને બેન્કિંગ, કન્ઝમ્પશન, કેપિટલ ગુડ્સ અન ે ડિફેન્સ જેવા સેક્ટરોમાં. ટૂંકા ગાળે બજારમાં કરેકશન અને વોલેટિલિટી રહી શકે, પરંતુ દરેક ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ સાબિત થવાની પૂરી શક્યતા છે.

બીજી તરફ ટેરિફની અસર ઘટાડવા માટે કરવામાં આવેલા ટેક્સ અને પોલિસી રિફોર્મ્સ, યુરોપિયન યુનિયન સહિતના ટ્રેડ ડીલ્સ અને આત્મનિર્ભર ભારત પરનો વધતો ભાર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ આધારિત કંપનીઓ માટે નવી તકો ઊભી કરશે. રૂપિયાની નબળાઈ ટૂંકા ગાળે ચિંતા જગાવે તેમ હોવા છતાં, તે આઇટી, ફાર્મા અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટરો માટે ફાયદાકારક બની શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વધતી આવક તથા નવો આવકવેરા કાયદો અર્થતંત્રમાં પારદર્શિતા અને કન્ઝમ્પશનને વેગ આપશે, જેનો સકારાત્મક પ્રભાવ શેરબજાર પર પડશે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા વોલેટિલિટી સાથે વૃદ્ધિની રહેશે, જ્યાં શોર્ટ ટર્મમાં ઉતાર-ચઢાવ હશે, પર ંતુ લૉંગ ટર્મમાં ભારત વિશ્વના શ્રેષ્ઠ રોકાણ ગંતવ્યોમાં સ્થાન જાળવી રાખશે.

close
Ank Bandh