Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી મોટી હવેલીના ઉપક્રમે બે દિવસીય ધર્મોત્સવનું આયોજનઃ
જામનગર તા. ૦૬: 'છોટીકાશી' જામનગરમાં શ્રી મોટી હવેલીનાં ઉપક્રમે ચૈત્ર વદ એકાદશી તથા દ્વાદશીનાં તા. ૧૩ અને ૧૪ એપ્રિલ ૨૦૨૬ નાં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં ૫૪૯ માં પ્રાક્ટયોત્સવની ભવ્ય ઉજવણી હેતુ વિવિધ ધર્મકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરિરાયજી મહારાજની આજ્ઞાથી તથા પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં જામનગર વૈષ્ણવ સમાજ, શ્રી વૈશ્વાનર યુવા સંગઠન, શ્રીમદ અનિરૂદ્ધ પુષ્ટી માર્ગીય મહાવિદ્યાલય, શ્રીમદ અનિરૂદ્ધ પુષ્ટીમાર્ગીય મહિલા પાઠશાળા, આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરિષદ જામનગર શાખા, શ્રી વ્રજસોશ્યલ ગ્રુપ તથા જામનગર વૈષ્ણવ મંડાણનાં સંયુક્ત ઉપક્રમે સમગ્ર ધર્મોત્સવ યોજાશે.
જે અંતર્ગત તા. ૧૩ /૪ ને સોમવારે એકાદશીનાં દિને શ્રી મોટી હવેલીમાં સવારે ૬ કલાકે મંગળા આરતી થશે, ત્યાર પછી સવારે ૭ કલાકે વાહનો સાથે પ્રભાત ફેરી યોજાશે. જે હવેલી થી આરંભ થઇ સેતાવડ, હવાઇ ચોક, ખંભાળીયા ગેઇટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા, ગૌરવ પથ, ટાઉનહોલ, તીન બત્તી, બેડી ગેઇટ, નાગનાથ ગેઇટ થઇ હવેલીની ગૌશાળા પાસેથી પસાર થઇને શ્રી મહાપ્રભુજીની બેઠકે પૂર્ણ થશે.
બપોરે ૧૨ કલાકે રાજભોગ આરતીમાં તિલકનાં દર્શન થશે. સાંજે ૬ કલાકે પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા શ્રી મોટી હવેલીથી વાણિયાવાડ, ચાંદી બજાર, માંડવી ટાવર, સેતાવડ, હવાઇ ચોક તથા સત્યનારાયણ મંદિર રોડ થઇ આકાશગંગા એપાર્ટમેન્ટવાળી શેરીમાં જલાની જાર તરફથી થઇ શ્રી મોટી હવેલી એ પહોંચી શ્રી ઉત્સવ નાયકજીનાં ચિત્રનાં પૂજન સાથે વિરામ લેશે.
શોભાયાત્રામાં સામેલ થનારા વૈષ્ણવોમાં મહિલાઓને કેસરી, પીળા અથવા લાલ રંગનાં પહેરવેશ ધારણ કરવા તથા પુરુષોને ધોતી - બંડી, કેસરી ઉપરણો - તિલક સહિતનાં પુષ્ટીમાર્ગીય પહેરવેશ ધારણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. ૧૪/૪ ને મંગળવારે ચૈત્ર વદ બારસનાં શ્રી મોટી હવેલીમાં સાંજે ૬ કલાકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય, પૂ. ગો.શ્રી. રસાદ્રરાયજી તથા પૂ.ગો.શ્રી.પ્રેમાદ્રરાયજી વચનામૃત વહાવશે તથા અન્ય સંતો-મહંતો પણ આશીવર્ચન પાઠવશે. આ તકે વિવિધ ૫ વૈષ્ણવોને સન્માનિત પણ કરવામાં આવશે. આ આયોજનનાં મુખ્ય મનોરથી તરીકે પ.ભ.રસિકભાઇ અમૃતલાલ ડોબરીયા પરિવાર પુણ્યલાભ પ્રાપ્ત કરશે.
શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં ૫૪૯ માં પ્રાક્ટયોત્સવની ઉજવણીમાં સંમિલિત થવા તમામ વૈષ્ણવોને જામનગર વૈષ્ણવ સમાજનાં પ્રમુખ વજુભાઈ પાબારી તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial