Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અંબર સિનેમા સામેની શેરીમાં રોડના અધુરા વિકાસ કામથી પરેશાની

અહીં ગાયનેક હોસ્પિટલ હોઈ ગર્ભવતી મહિલાઓને પણ ભારે મુશ્કલીઃ

                                                                                                                                                                                                      

જામનગરના પી.એન. માર્ગે અગાઉના અંબર સિનેમા સામેની શરીમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ નવીનિકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ તે કોઈપણ કારણોસર છેલ્લા કેટલાક દિવસથી બંધ છે. આથી રોકાયેલા કામના કારણે આ શેરીમાં રહેતા, અવરજવર કરતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ જ શેરીમાં બેંક ઓફ બરોડા, આહિર કન્યા છાત્રાલય, ખાનગી હોસ્પિટલ વિગેરે આવેલ છે. એક તો ગાયનેક હોસ્પિટલ કાર્યરત છે, જ્યાં ગર્ભવતી મહિલાઓની આવન-જાવન રહે છે, પરંતુ ખોદકામ કરાયેલા અધુરા કામવાળા આ માર્ગ પર ચાલવું પણ મુશ્કેલ છે. આથી સત્વરે આ કામ પુનઃ શરૂ કરવું જોઈએ અને પૂર્ણ કરવું જોઈએ તેવી માગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh