Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ફરી તેજીઃ બજાર ખુલતા જ સેન્સેકસમાં ૭૩૬ પોઈન્ટનો ઉછાળો

નિફટી પણ ઉંચકાયોઃ સોના-ચાંદીને પછડાટ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૦: ભારતીય શેર બજાર ખુલતાં જ સેન્સેકસમાં ૭૩૬ અને નિફટીમાં ૨૨૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, સોના-ચાંદીમાં કડાકો બોલ્યો છે.

ગઈકાલના ભારે ઘટાડા પછી આજે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહૃાો છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.

આજે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યુદ્ધને લઈને શાંતિ મંત્રણા શરૂ થઇ રહી છે જેના પગલે કોઈ સારા સંકેત મળી શકે તેવી આશા પણ છે.

સેન્સેક્સ આજે ૭૭,૩૧૬.૩૦ પર ટ્રેડ કરી રહૃાો છે, જે ગઈકાલના બંધ ભાવ (૭૬,૬૩૧.૬૫) ની સરખામણીએ ૭૦૫.૧૨ (૦.૯૨%) પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. આજે બજાર ૭૭,૧૨૧.૦૧ પર ખૂલ્યું હતું અને અત્યાર સુધીમાં ૭૭,૩૬૭.૩૦ ની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

નિફ્ટી ૨૩,૯૮૭.૫૦ પર પહોંચી ગઈ છે, જેમાં ૨૧૨.૪૦ (૦.૮૯%) પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિફ્ટી આજે ૨૩,૮૮૦.૫૫ પર ખૂલીને ૨૪,૦૦૨.૮૫ ની સપાટીને સ્પર્શી હતી.

બજારમાં તેજી હોવા છતાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ ૧,૫૨,૬૯૫.૦૦ પર ટ્રેડ થઈ રહૃાો છે, જે ૭૪૭.૦૦ (૦.૪૯%) નો ઘટાડો દર્શાવે છે. ચાંદીના ભાવમાં પણ ૧૭૦૧.૦૦ (૦.૬૪%) નો ઘટાડો જોવા મળ્યો છે અને તે હાલ ૨,૪૨,૨૦૪.૦૦ પર છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ મર્યાદિત રીતે ખૂલવાના સમાચારને કારણે વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. જોકે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા શરૂ થવાની આશા છે જેને લઈને બજારમાં આશાવાદ છે.

ગઈકાલે સેન્સેક્સમાં આશરે ૮૫૩ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. આ ઘટાડા પછી બ્લુ-ચિપ શેરો આકર્ષક ભાવે ઉપલબ્ધ હોવાથી રોકાણકારોએ નીચલા સ્તરેથી વ્યાપક ખરીદી કરી છે. માર્કેટ હેવીવેઇટ ગણાતા આઈટી અને બેંકિંગ ક્ષેત્રના શેરોમાં તેજીને કારણે ઇન્ડેક્સને મોટો સપોર્ટ મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh