Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયાઃ
નવી દિલ્હી તા. ર૪: વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ થઈ જતા દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાતા દુર્ઘટના ટળી હોવાના અહેવાલો છે.
દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે (ર૭ મી ફેબ્રુઆરી) એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. દિલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઈસ જેટના બોઈંગ ૭૩૭ વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક દિલ્હી પરત લાવી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર તમામ ૧પ૦ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
મળતા અહેવાલો મુજબ સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી૧ર૧ એે દિલ્હી એરપોર્ટ પરથી લેહ જવા માટે ઊડાન ભરી હતી, જો કે ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું. વિમાનનું એન્જિન નંબર ર ફેઈલ થઈ ગયું હતું, જેને પગલે પાયલટે સાવચેતીના ભાગરૂપે લેહ જવાનું માંડી વાળી દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત થતાં જ દિલ્હી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. રનવે પર ફાયર સર્વિસ, મેડિકલ ટીમ અને સુરક્ષા એજન્સીઓનો કાફલો ખડેપગે કરી દેવાયો હતો.
પાયલટની સુઝબુઝથી વિમાનનું સુરક્ષીત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં.
સ્પાઈસજેટના પ્રવક્તાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઈટને પરત બોલાવવામાં આવી હતી. કોકપિટમાં કોઈપણ પ્રકારના 'ફાયર વોર્નિંગ' મળ્યા ન હતાં. તમામ મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial