Advertisement
Author: નોબત સમાચાર

નિકાહ પહેલાં જ બંધાયેલા સંબંધથી સગીરા માતા બની જતાં ચકચાર

દુષ્કર્મનો ગુન્હો નોંધી આરોપીને જેલમાં મોકલાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની એક સગીરાની સગાઈ થયા પછી ભાવી ભરથારે તેણી સાથે અવારનવાર સંબંધ બાંધતા આ સગીરાના અને તેના ભરથારના ર૦ દિવસ પછી નિકાહ યોજાયા હતા તે પહેલાં આ સગીરાએ સંતાનને જન્મ આપતા ચકચાર જાગી છે. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પરથી તેણીના ભાવી ભરથાર સામે ગુન્હો નોંધી જેલહવાલે કર્યાે છે.

જામનગર શહેરના ભાગોળે આવેલી એક સોસાયટીમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રીની સગાઈ એક યુવક સાથે કરવામાં આવ્યા પછી આ યુગલ અવારનવાર મળતું રહેતું હતું. સગીરાના ઘરના સભ્યો જુદા જુદા કામ પર જવાના કારણે મોટાભાગે બહાર રહેતા હતા ત્યારે આ સગીરાનો ભાવી ભરથાર તેને મળવા આવતો રહેતો હતો.

તે દરમિયાન થોડા દિવસ પહેલાં આ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં તેણીને લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ કરેલી ચકાસણીમાં આ સગીરા ગર્ભવતી હોવાનું અને પ્રસુતીના દિવસો નજીકમાં હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે સગીરાના પરિવારજનો ડઘાઈ ગયા હતા.

આ સગીરાની પૂછપરછ કરાતા ભાવી ભરથારે જ તેણી સાથે અવારનવાર સંબંધ બાંધ્યાનું અને તેના કારણે ગર્ભવતી બની ગયાનું કબૂલ્યું હતું. તે દરમિયાન સગીરાએ સંતાનને જન્મ પણ આપ્યો હતો. આ મામલે સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ અંગે ગુન્હો નોંધાયા પછી ભાવી ભરથારની ધરપકડ કરવામાં આવી છે અને જેલહવાલે કરાયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ સગીરા તથા તેના ભાવી ભરથારના ર૦ દિવસ પછી જ નિકાહ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન સગીરાએ સંતાનને જન્મ આપતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh