Advertisement
Author: નોબત સમાચાર

જોડીયા તાલુકા સરપંચ સંગઠનની રચના

દેવજીભાઈ જીવાભાઈ ચાવડાની અધ્યક્ષતામાં બેઠકઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨: જોડિયા મુકામે આવેલ રાણીપા ભવનમાં રાજ્યના પ્રતિનિધિ દેવજીભાઈ જીવાભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મયુરભાઈ ચનિયારાની આગેવાની હેઠળ 'જોડિયા તાલુકા સરપંચ સંગઠન'ની નવી કારોબારીની સર્વસંમતિથી રચના કરવામાં આવી હતી.

આ નવનિયુક્ત સંગઠનમાં પ્રમુખ તરીકે યોગેશભાઈ વલ્લભભાઈ (લક્ષ્મીપરા-જોડિયા)ની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે વાઘેલા જયવંતસિંહ ઘનશ્યામસિંહ (બાલાચડી) અને જોશનાબેન રાજેશભાઈ મકવાણા (નેસડા)ની પસંદગી કરાઈ છે. સંગઠનના મહામંત્રી તરીકે નીતાબેન બીજલભાઈ ખીમાણીયા (બેરાજા) જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, જિલ્લાના પ્રતિનિધિ અને પ્રવક્તા તરીકે ભાવેશભાઈ નારણભાઇ મકવાણા (વાવડી) તેમજ સંગઠન સલાહકાર તરીકે વિશ્વરાજસિંહ અનિરુધસિંહ જાડેજા (ટીંબડી)ની નિમણૂક કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh