Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટથી મોટરના સગડ મળ્યાઃ
જામનગર તા. ૪: રાજકોટથી જામનગર આવેલા એક નિવૃત્ત પોલીસકર્મી અજાણી મોટરમાં રૂ।.૪ લાખ ૯૦ હજારની રોકડવાળી બેગ ભૂલી ગયા પછી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે સીસીટીવીના ફૂટેજ નીહાળી તે બેગ પરત અપાવી છે.
લાલપુરમાં રહેતા પૂર્વ પોલીસ કર્મચારી મનસુખભાઈ જેરાજભાઈ નેસડીયા ગયા બુધવારે રાજકોટથી જામનગર આવવા માટે માધાપર ચોકડી પાસેથી એક મોટરમાં બેઠા હતા. તેઓની સાથે રહેલી રૂ।.૪ લાખ ૯૦ હજારની રોકડવાળી બેગ તેઓ આ મોટરમાં ભૂલીને અંબર ચોકડી પાસે ઉતરી ગયા હતા.
ત્યારપછી મોટરની શોધખોળ શરૂ કરી મનસુખભાઈએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરતા પીએસઆઈ બી.બી. સીંગલની સૂચનાથી સ્ટાફના પી.એ. ખાણધર સહિતની ટીમે જુદા જુદા સીસીટીવી ચેક કર્યા પછી મોટરના માલિકને શોધી કાઢી રાજકોટથી તે બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial