Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસેના રાજલ સ્ટડ ફાર્મના 'ઉદયભાણ'નું ઉત્કૃષ્ટ પ્રદર્શન

મારવાડી પ્રજાતિના ઘોડાઓના પ્રદર્શનમાં

                                                                                                                                                                                                      

તાજેતરમાં મહારાષ્ટ્રના નાસિકમાં 'નાસિક ઈક્વાઈન ફિએસ્ટા' નામથી મારવાડી પ્રજાતિના ઘોડાઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં ઘોડાઓને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ અને મિલન કારીયા તથા ભાવના કારીયા સંચાલિત રાજલ સ્ટડ ફાર્મના ૧૭ મહિનાના ઘોડા 'ઉદયભાણ' અદંત કેટેગરીમાં દ્વિતીય ક્રમે વિજેતા થયો હતો. ઉલલેખનીય છે કે, આ કેટેગરીમાં ર૧ ઘોડા વચ્ચેની સ્પર્ધામાં ઉદયભાણે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. આ પૂર્વે પણ રાજલ સ્ટડ ફાર્મના ઘોડા પુષ્કરના પશુ મેળા સહિતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક મંચ પર રાજલ સ્ટડ ફાર્મનો વિજય ધ્વજ ફરકાવી ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh