Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધ વિરામ તૂટશે તો ઈરાન સામે ઘાતક કાર્યવાહીની ટ્રમ્પની ચિમકી

સમજુતિ પૂરેપૂરી લાગુ થતા સુધી અમેરિકી સેના તૈનાત રહેશેઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૯: હજુ યુદ્ધ વિરામને ર૪ કલાક જ થયા ત્યાં આ સમજુતિ પડી ભાંગવાની શક્યતાઓ વચ્ચે ટ્રમ્પે હોર્મુઝ તથા પરમાણુ બોમ્બના ઉલ્લેખ સાથે ઈરાન પર ઘાતકી કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે.

યુદ્ધ વિરામની સમજુતિને હજુ ર૪ કલાક જ થયા હતાં ત્યાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક મોડ પર આવી ગયા હતાં કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ઈરાનને સંદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અસલી સમજુતી જમીન પર લાગુ નહીં થાય, ત્યાં સુધી અમેરિકી સેના અને તેના ઘાતક હથિયારો ઈરાનને ઘેરીને જ રહેશે. વ્હાઈટ હાઉસથી સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો ઈરાને સમજુતીની શરતો તોડી તો તેના પર અત્યાર સુધીની સૌથી મોટી અને શક્તિશાળી સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, હું ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઉં. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકવવો એ અમારી પ્રથમ અગ્રતા છે. વૈશ્વિક અર્થતંત્ર અને તેલના પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે પણ અમેરિકાએ પોતાની રણનીતિ સાફ કરી દીધી છે. આ દરિયાઈ માર્ગ કોઈપણ સંજોગોમાં ખુલ્લો અને સુરક્ષિત રહેવો જોઈએ. અમેરિકી નૌસેનાના જહાજો ત્યાં તૈનાત રહેશે, જેથી તેલના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ રસ્તા પર ઈરાનનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ સહન કરવામાં આવશે નહીં. તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર (યુદ્ધવિરામ) જાહેર કરવામાં આવ્યું હતું, જો કે તેની શરતોને લઈને બન્ને દેશો વચ્ચે હજુ પણ ભારે મતભેદ છે.

ટ્રમ્પનું આ નિવેદન ઈરાન પર દબાણ વધારવાની રણનીતિ માનવામાં આવી રહી છે. ટ્રમ્પે અંતમાં દાવો કર્યો હતો કે, અમેરિકી સેના પૂરી રીતે સજ્જ છે અને માત્ર આગળ વધવાના આદેશની રાહ જોઈ રહી છે. તેમણે ઈરાનને સલાહ આપી છે કે, તે આ રાજદ્વારી તકનો લાભ ઊઠાવે, કારણ કે અમેરિકાની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh